Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મોરબી તાલુકામાં પાણી પુરવઠા યોજના હેઠળ પાણીની લાઈનના કામોને મંજુર કરાવતા કૃષિમંત્રી રઘવજીભાઈ પટેલ.

મોરબી : ધ્રોલ અને મોરબી તાલુકામાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વિવિધ પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણીની પાઈપ લાઈન મંજુર કરાવવામાં આવ્યા છે

સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે ત્યારે જામનગર જીલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચતું કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોય ત્યારે પાણી પુરવઠા યોજના હેહ્તાલ પાણીની પાઈપ લાઈનો, ગ્રામ્ય સ્તરે ભૂગર્ભ ટાંકો, ગામ સ્તરે ઉંચી ટાંકી, પંપ હાઉસ હેડ વર્કસ અને સબ હેડ વર્કસ માટે મોરબી-માળિયા-જોડિયા તાલુકાના ગામોમાં કામોને મંજુરી આપવામાં આવી છે

જેમાં મોરબી તાલુકાના હજનાળી સંપથી ફડસર સુધી ૬ કે.જી. ની ૮૫૦ મીટર પીવાના પાણી પાઈપ લાઈનનું કામ, આમરણ હેડ વર્કસથી આમરણ ગામ સુધી ૬ કે.જી. ની ૧૨૦૦ મીટરની પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ અને જીવાપરથી ફાટસર સુધી ૬ કી.જી.બી ૩૯૦૦ મીટર પીવાના પાણી પાઈપ લાઈનનું કામ મંજુર કરવામાં આવ્યું છે.

(10:47 am IST)