Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કચ્છમાં મુખ્યમંત્રીને કમલમ્ ફ્રુટથી તુલા કરેલ પેટીમાં કેળા નીકળ્યા : સન્માન અને ખુરશી માટે પડાપડી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં કચ્છ ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવા મળ્યું નહોતું. કાર્યક્રમમાં ખુરશીઓ ખૂટી પડતાં અનેક કાર્યકરોએ જમીન ઉપર આસન જમાવવું પડ્યું હતું.

મુખ્યમંત્રીનું સન્માન કરવા માટે આમંત્રિત કરાયેલ સંસ્થાઓ ના આગેવાનોને પણ ખુરશી મળી નહોતી. જેમ તેમ કરી બેસાડવા પડયા હતા. જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કમલમ (ડ્રેગન) ફ્રૂટ થી તોળવામાં આવ્યા હતા. પણ, કમલમ ફ્રુટની પેટીઓમાં કેળા નીકળ્યા હતા. આ વાતે આશ્ચર્ય સજર્યું હતું.

(10:12 am IST)