Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં પૂજા કરી જન સુખાકારી માટે કરી પ્રાર્થના : સ્વાગત-સન્માન

મુખ્યમંત્રીએ ભાવપૂર્વક જનસુખાકારી માટે સંતો મહંતોના પણ આશીર્વાદ મેળવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: ભુજની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી હતી.

ભગવાન નરનારાયણ દેવની પૂજા અર્ચના કરી મુખ્યમંત્રીશ્રીએ ભાવપૂર્વક જનસુખાકારી માટે સંતો મહંતોના પણ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મહંતશ્રી સ્વામી ધર્મનંદન સ્વામીના આશીર્વચન મેળવ્યા હતા.

આ તકે મંદિરના મહંતો-સંતો અને ટ્રસ્ટી સર્વેશ્રીએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત-સન્માન કર્યુ હતું. સર્વશ્રી મુખ્યકોઠારીશ્રી મુળજીભાઇ શિયાણી, શ્રી પ્રેમપ્રકાશ સ્વામી, જાદવજી ભગત, ઉપમહંત સ્વામી ભગવત જીવન સ્વામી, કોઠારી સ્વામી દેવ પ્રકાશજી, જાદવજીભાઇ ગોરસીયા તેમજ સમગ્ર સંત-મહંત ટ્રસ્ટી મંડળના સર્વે સભ્યો તેમજ શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, પૂર્વ મંત્રીશ્રી રજનીભાઇ પટેલ, અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, ગોદાવરીબેન ઠક્કર, વેલજીભાઇ ભૂડીયા, કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ, પ્રાંત અધિકારીશ્રી ડો.વી.કે.જોશી, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી જે.એન.પંચાલ, વી.પંડયા તેમજ હરિ ભકતો ભાવભેર ઉપસ્થિત રહ્યા હતા.

(10:12 pm IST)