Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

નયારા એનર્જી દ્વારા કોવિડ-૧૯ સામેની લડતમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મદદ

૧,૦૦,૦૦૦ સર્જીકલ માસ્ક, ૪૭૫૦ પીપીઇ કિટ્સ અને હેન્ડ સેનિટાઇઝર્સ સાથે સમુદાયોને સહયોગ કર્યો

જામનગર તા. ૧૧ : આંતરરાષ્ટ્રીય સ્તરે નવા યુગની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જી 'પસંદગીના પાડોશી' તરીકે કોવિદ–૧૯ સામેની તેમની લડત માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં નિરંતર સેવાઓને વધારવા બહુપક્ષિય પહેલ વિસ્તારી રહી છે. જામનગર જિલ્લા વહીવટીતંત્રને તાજેતરમાં જ કંપનીએ ૧,૦૦,૦૦૦થી વધુ સર્જીકલ માસ્ક, ૪૭પ૦ પીપીઈ કિટ્સ અને ૧પ૦૦ હેન્ડ સેનિટાઈઝર્સ પ્રદાન કર્યા છે.

આ અગાઉ પણ નયારા એનર્જીએ સ્થાનિક સમુદાયો સાથે ભાગીદારી કરવા વિવિધ સેવાકીય પહેલ કરી છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૭,૦૦૦થી વધુ ઘરોમાં ખોરાક અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. વાડીનાર રિફાઈનરીની આજુબાજુના સમુદાયો માટે જાખરમાં કોમ્યુનિટિ કિચન ઉભું કરી રાંધીને તૈયાર કરાયેલી રસોઈને લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.

મહિલા ઉદ્યોગ અને એસ.એચ.જી.ને પ્રોત્સાહિત કરવા લોકડાઉન દરમિયાન ૧૪૦થી વધુ મહિલાઓને આજીવિકાની તક પુરી પાડી જિલ્લા આરોગ્ય વિભાગને ફરીથી ઉપયોગ કરી શકાય એવા ૧.પ લાખથી વધુ ફેસ માસ્ક પુરા પાડવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાને શહેરમાં સ્વચ્છ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સુસજજ ફયુમિગેશન વાહન અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયામાં આવેલી જિલ્લા હોસ્પિટલને વેન્ટિલેટર્સ પુરા પાડવામાં આવ્યા છે  જે કોવિદ–૧૯ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે ખુબજ ઉપયોગી થાય છે.

(12:44 pm IST)