Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દેવભૂમિ જિલ્લામાં હાંફતો કોરોના : ર૪ કલાકમાં બે કેસ

ખંભાળીયા, તા. ૧૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં મહીનાઓ સુધી બે આંકડામાં રોજ પોઝીટીવ કેસો નોંધાતા હતાં જે પણ સ્થિતિમાં સુધારો થતાં એક-દોઢ માસથી રોજ એક આંકડામાં અને સાજા થઇ ગયેલા બે દિવસ પહેલા રેકોર્ડ એક દિ'માં રપ હતાં તે પછી અત્યાર સુધીમાં સૌની નીચા ગઇકાલે જિલ્લામાં માત્ર બે પોઝીટીવ કેસ નોંધાતા કોરોના મહામારી હવે દ્વારકા જિલ્લામાં હાંફવા લાગી હોય તેવું થયું છે. ગઇકાલે માત્ર કલ્યાણપુરમાં બે પોઝીટીવ કેસ નોંધાયા હતાં જયારે અન્ય ત્રણ તાલુકાઓમાં ખંભાળીયા દ્વારકા ભાણવડમાં એક પણ કેસ નોંધાયો નથી.

બે નવા મોત થયા

કોવિડના ૮ અને બીન કોવિડના પ૭ મળી ૬પના કુલ મોત થયા હતાં જેમાં બીન કોવિડમાં વધુ બેના મોત થતાં કુલ મૃત્યુઆંક ૬૯નો થયો છે.

(12:43 pm IST)