Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ધોરાજીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ચાર ઝડપાયા

ધોરાજી, તા. ૧૧ : રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ધોરાજી મેઇન બજાર ચકલા ચોક પાસે આવેલ કોલેજીયન મોબાઇલ નામની દુકાનમાં આઇપીએલ મેચ ઉપર ક્રિકેટ મેના રનફેર ઉપર પૈસાની લેતી-દેતી મુંબઇ ઇન્ડીયન વિરૂદ્ધ દિલ્હી કેપીટલની ટવેન્ટી ટવેન્ટી મેચ ઉપર ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ચાર ઇસમોને પકડી પાડી ધોરાજી પો.સ્ટે.માં ગુનો દાખલ કરેલ.આરોપીમાં (૧) મુનાફ અશરફભાઇ નુરાની, (ર) સોકત સીદીકભાઇ ગગન, (૩) જહીર મહમદભાઇ પોઠીયાવાલા (૪) ઉવેશ અમીનભાઇ મોતીવાલા રહે. બધા ધોરાજી વાળાનો સમાવેશ થાય છે.

આરોપીઓ પાસેથી ચલણી નોટો ૧,૪૪,૩૩૦/-, મોબાઇલ ફોન નંગ ૬ કિ. રૂ.૧૯૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૬૩,૩૩૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરી એચ.એ. જાડેજા પોલીસ ઇન્સ્પેકટર, રમેશભાઇ બોદર પો. હેડ કોન્સ., ચંદ્રસિંહ વસૈયા પો. હેડ કોન્સ., અનિરૂદ્ધસિંહ ઝાલા પો.કોન્સ., સહદેવસિંહ ચૌહાણ પો.કોન્સ. તથા પ્રદીપસિંહ ચુડાસમા પો.કોન્સ્ટેબલે કરેલ હતી.

(11:44 am IST)