Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જસદણમાં જનકબેન મોયા પર મામા, મામી અને તેના પુત્રનો હુમલો

ઘરમાં આથો રાખવા દેવાની ના પાડતાં ડખ્ખો થયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧: જસદણમાં પોલીસ લાઇન પાછળ મફતીયાપરામાં હાલ માતા હિરકુબેન જેશરભાઇ વાળાના ઘરે માવતરે રહેતી જનકબેન દશરથભાઇ મોયા (ઉ.વ.૩૦)ને તેના મામા અમરૂભાઇ બોરીચા, મામી ગંગાબેન અને તેના પુત્ર હરદિપે મળી ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દડુભાઇ ખાચરે જસદણ પોલીસને જાણ કરી હતી.

જનકબેને જણાવ્યું હતું કે પોતે એકાદ વર્ષથી માવતરે રિસામણે છે. મામાને મારા માતાના ઘરમાં આથાનો ડબ્બો રાખવો હોઇ મેં ના પાડતાં માથાકુટ કરી હુમલો કર્યો હતો. આક્ષેપો અંગે પોલીસ તપાસ કરે છે.

(11:43 am IST)