Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જસદણના વેપારીના ત્રણ લાખ ભરેલા થેલાની ચોરી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૧૧ : જસદણના માર્કેટ યાર્ડમાં વિહળનાથ એન્ટરપ્રાઇઝ નામની ૪૦ નંબરની દુકાન પેઢી ધરાવતા ચતુરભાઇના ભાઇ શૈલેષભાઇ મંગળવારે યાર્ડમાંથી રૂપિયા બે લાખ રોકડ લઇને આઇસીઆઇસીઆઇ બેંકમાં વધુ રૂપિયા એક લાખ દસ હજાર લઇ પોતાના ઘેર તેમના મોટાભાઇ ચતુરભાઇનું ટીફીન લેવા માટે વૃંદાવન સોસાયટીમાં આવ્યા હતાં પણ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો ટીંગાડેલો થેલો ન જોતા હાંફળા ફાંફળા થઇ ગયા હતાં અને થેલાની શોધખોળ કરવા લાગેલ હતાં, પરંતુ થેલાની ભાળ ન મળતા આખરે જસદણ પોલીસ મથકે શૈલેષભાઇ મધુભાઇ ભાયાણી ઉ.વ.ર૭ એ પોલીસમાં પોતાનો થેલો ચોરી થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે સી.સી.ટી.વી.ની મદદ લઇ અજાણ્યા આરોપી વિરૂદ્ધ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)