Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મોરબીમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી લૂંટ કરતી ટોળકી ઝડપાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીના અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં બેસાડીને છરીની અણીએ લુટ ચલાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં લુટારુ ટોળકીને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા.૬ ના રોજ અલગ અલગ બે જગ્યાએ પેસેન્જર રિક્ષામાં બેસાડી છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ તથા મોબાઈલ ફોનની લુટ કરી નાશી ગયેલ હોય જેમાં એક પેસેન્જર પરથી રૂપિયા ૭૨૦૦, સેમસંગ કંપનીનો મોબાઈલ કીમત રૂ.૩૦૦૦ અને બીજા પેસેન્જર પાસેથી રોકડા રૂ.૬૦૦૦, રીયલમી કંપનીનો મોબાઈલ કીમત રૂ.૫૦૦૦ તથા જીઓ મોબાઈલ કીમત રૂ.૩૦૦૦ની લુટ કરેલ હોય જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં બે ગુન્હો નોંધાયેલ હોય જેની તપાસ મ્મલે મોરબી એ ડીવીઝન સ્ટાફ સીસીટીવી કેમેરાઓ ચેક કરતા શંકાસ્પદ રિક્ષા જોવા મળતા રિક્ષા જીજે ૧૩ એવી ૨૯૨૭ હોય અને તે સુરેન્દ્રનગર જીલ્લાની હોવાની જાણવા મળતા આરોપી હૈદરભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ, રફીક ઉર્ફે ફાજલ યાસીનભાઈ કોડિયા અને પ્રકાશભાઈ ઉર્ફે પકો નરશીભાઈ ભોજૈયા પણ સુરેન્દ્રનગર હોવાનું જણાવતા. જેમાં એક આરોપી મોરબી ખાતે પેસેન્જર રિક્ષા ચલાવતો હતો અને મોરબીના રવાપર ધુનડા રોડ પરથી મોરબી એ ડીવીઝન પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડી સીએનજી રિક્ષા કિંમત રૂ.૭૦,૦૦૦, મોબાઈલ નંગ-૩ અને રોકડ રૂ.૧૫૪૦ તથા છરી એમ કુલ મુદામાલ કિંમત રૂ.૮૨,૫૪૦ સાથે લુટારૂ ટોળકીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ બી જી સરવૈયા, પી એસ આઈ એન એચ ચુડાસમા, મણીલાલ ગામેતી, કિશોરભાઈ મિયાત્રા, શકિતસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, ચકુભાઈ કરોતરા, જયપાલભાઈ લાવડીયા, ભરતભાઈ ખાંભરા, ભાનુભાઈ બાલાસરા અને ભાવેશભાઈ મિયાત્રા સહિતની ટીમે કરેલ છે.

(11:42 am IST)