Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વિધાનસભા બેઠક ઉપર જીતનાં પડધરી ભાજપ દ્વારા વધામણા

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૧૧: ગુજરાતની ૮ વિધાનસભા બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા પડધરીમાં ભાજપ કાર્યાલય તેમજ ગ્રામ પંચાયત દરવાજા ચોક ખાતે આતશબાજીથી અને પરસ્પર મોં મીઠા કરાવી વિજયોત્સવ મનાવાયો હતો, ભાજપની ભવ્ય જીત બદલ મતદારોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો.

આ તકે પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજા, મહામંત્રી મનોજભાઇ પેઢડીયા, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય ધીરૂભાઇ તળપદા, પડધરી ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ, ડો. વિજયભાઇ પરમાર, ડો. જી. એલ. વસાણી, ચેતનસિંહ જાડેજા, નિલેશભાઇ તળપદા, અજીતભાઇ ડોડીયા, પ્રદ્યુમનભાઇ સાતા, વાલાભાઇ પરમાર, વિનુભાઇ દવે, વી.પી. જાડેજા, માનસિંહ જાડેજા, અશ્વિનભાઇ આહયા વિગેરે કાર્યકર્તા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)