Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જુનાગઢમાં શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્માનું બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સન્માન

(વિનુ જોષી) જુનાગઢ, તા., ૧૧: પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)  શહેર પ્રમુખ તરીકે બ્રહ્મ અગ્રણી પુનીતભાઇ શર્માની વરણી થતા બ્રહ્મસમાજમાં ખુશીની  લાગણી વ્યકત થઇ રહી છે. જયદેવભાઇ જોષીના ધાર્મિક ફાર્મ હાઉસ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોષી કાર્તીક ઠાકર, પ્રમુખ આશીષ ઉપાધ્યાય તેમજ મહામંત્રી મનીષ ત્રિવેદી અને કમલેશ ભરાડ અને તેની સમગ્ર ટીમ દ્વારા પુનીતભાઇ શર્માનું સન્માન કરાયું હતું જેમાં ભુદેવ શાસ્ત્રીએ શાસ્ત્રોકત વિધી સાથે પુનીતભાઇ શર્માને તિલક કરી આવકાર્યા હતા.

બાદમાં સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાના પ્રમુખ કે.ડી.પંડયા અને શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી, અશોક ભટ્ટ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની ટીમ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માન કર્યુ હતું. આ તકે ધારાસભ્ય ભીખાભાઇ જોષી તેમજ પુર્વ મેયર આદ્યાશકિત બેન મજમુદાર આરતીબેન જોષી  મનીષાબેન દવે કનકબેન વ્યાસ સહીતના મહિલા અગ્રણીઓએ પુનીતભાઇનું પુષ્પ ગુચ્છથી સન્માન કરેલ તેમજ દાતાર સેવક પૂ. બટુક બાપુએ પુનીતભાઇને સાફો બાંધી આશીર્વાદ પાઠવ્યા હતા.

આ તકે ડેપ્યુટી મેયર હિમાન્શુ પંડયા તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના પી.સી.ભટ્ટ, જીત તેરૈયા સહીતના એ પુનીતભાઇને અભિનંદન પાઠવ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:40 am IST)