Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કોટડાસાંગાણી : કોંગ્રેસ માઇનોરેટી ડીપાર્ટમેન્ટમાં ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી, તા. ૧૧ : કોટડાસાંગાણી મુકામે કોંગ્રેસ માઇનોરેટી ડીપાર્ટમેન્ટ ચેરમેન પરવેઝભાઇ બસીરભાઇ બાંગાની નિમણૂંક કરેલ તથા વાઇસ ચેરમેન રફીકભાઇ હાજીભાઇ બ્લોચ નિમણૂંક કરેલ. ગોંડલ શહેર કોંગ્રેસ કો-ઓર્ડીનેટર રજાકભાઇ બ્લોચ નિમણું કરવામાં આવેલ છે તે નિમિત્તે હાજર રહેલ.

રાજકોટ જીલ્લા કોંગ્રેસ માઇનોરીટી ચેરમેન બશીરભાઇ પરમાર, રાજકોટ જીલ્લા કોંગ્રેેસ મહામંત્રી જયેશભાઇ મિયાત્રા, ગોંડલ શહેર કોંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ચેરમેન ઇમ્તિયાઝ શેખ, પત્રકાર પરવેઝભાઇ બસીરભાઇ બાંગા, જુસબભાઇ બ્લોચ,  સાજીદભાઇ શેખ, ફેજલભાઇ શેખ, રફીકભાઇ બ્લોચ, કાદરભાઇ કથીરી હાજર રહેલ હતાં.

(11:37 am IST)