Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રણમાં અનેક નવી સુવિધાઓ અને ટેકનોલોજીનો અગરિયાઓને લાભ

સુરેન્દ્રનગરના ખારાઘોઢા ગામના અગરિયાઓના જીવનમાં પરિવર્તનની લહેર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૧ : આજ થી દોઢ દાયકા પહેલા રણ માં રાત ની મુસાફરી કરો તો દૂર ઊંડાણ માં એકાદ ફાનસ જેવું આછું પાતળું અજવાળું માંડ - માંડ દેખાય ... ને ચો - તરફ દ્યોર અંધારું .. અને એક દિવસ અગરિયાઓ ના ઝૂંપડે જનરેટર નુ આગમન થયુ . એ જનરેટર ને રાજકોટીયા ડીઝલ એન્જીન થી ઓપરેટ કરવામાં આવતું અને એ જનરેટર થકી જે વીજળી પેદા થતી તેના થી કુવા ઉપર અગરિયાઓ પાણી ખેંચવા મોટર ચલાવી ને મીઠુ પકવતા . એક જનરેટર થી ત્રણ - ચાર મોટર ચાલતી એટલે ડીઝલ ની મોટી બચત થતી . અને એમાંથી પાવર અગરિયા ના ઝુંપડા માં પહોંચતા અગરિયાઓને વીજળી મળતી થઇ .. એ વીજળીના હિસાબે ટી .વી આવ્યા .દૂરદર્શન ની ડીશ આવી .... આ બન્ને ઉપકરણો એ માત્ર મનોરંજન જ નહીં પણ જાગૃતિ પણ આપી એ સમુદાય ને . એટલે એક રીતે જનરેટરો એ ગેમ ચેન્જર ની ભૂમિકા ભજવી . આજે તો હવે  રણ માં લગભગ દરેક પાસે મોટર સાયકલ છે . અને છેલ્લા ૨ વરસ થી અગરિયાઓ પાસે ઘણી જગ્યાએ ટ્રેકટર જોવા મળી રહ્યા છે . એ ટ્રેકટરો એ યાંત્રિક પાવડી લગાવી ને હવે કયારા નુ મીઠુ ભેગું કરવામાં આવે છે . કયાંક કયાંક માટીની પાળી પણ ટ્રેકટર વડે નખાય છે . આ બધું અગરિયાઓ એ પોતાની કોઠાસૂઝ થી કર્યુ છે . અને અગરિયાઓ પોતાની રીતે નવા ઉપાયો શોધતા જ રહે છે . આજે કાળી મજૂરીનુ પ્રમાણ મોટા પ્રમાણ માં દ્યટ્યું છે . પહેલા આઠ મહિના રણ માં રહેવું પડતું હતું એ દ્યટી ને સાત મહિના કરતા ઓછું થવા લાગ્યું છે . તેનો શ્રેય આ યાંત્રિક ઓજાર ને જાય છે . તો ખારાધોડા ની દક્ષિણ તરફ કાંઠીના અગરોના કેટલાક ઝાલાવાડી અગરિયાઓ એ તો રીતસર અપડાઉન શરૂ કર્યુ છે . સવારે મોટર સાયકલ પર આવી અને સાંજે પરત ફરે છે . મીઠાં ના અગરમાં એક ઝૂંપડું રાખે ને તેમાં ચા પાણી નો સામાન રાખે . પોતાના પરીવાર ને ગામ માં રાખે જેથી ત્યાંની શાળા માં નિરાંતે ભણી શકે ( એટલે જ કદાચ આજ સુધી એ રણ વિસ્તાર માં સરકાર ને એક પણ શાળા નથી કરવી પડી .) અગરિયા અને મીઠાંકામદાર યુવાનો પણ શિક્ષણ લેતા થયા છે . હા એના પાયા સુખદેવ ભાઈ એ દાયકાઓ પહેલા દરેક ગામડાઓ માં બાલદ્યર અને રણ શાળા થકી પહેલ કરીહતી એટલે ચોક્કસ સુખદેવ ભાઈ નુ ઋણ કાયમ રહેશે આ વિસ્તારને ....આજે આ વિસ્તારના ઘણા યુવાનો લશ્કર અને અર્ધ લશ્કરી દળો માં સેવા ઓ આપે છે . હા , માત્ર અગરિયાઓ જ નહીં આ સમગ્ર વિસ્તાર માં કન્યા કેળવણી નુ પ્રમાણ ખુબ જ ઓછું છે . જેના માટે વિચારવું રહ્યું . ૧૦૦ વરસ પછી પહેલી વાર મીઠાંના ઉત્પાદનમાં અગરિયાઓને આટલા ભાવ વધ્યા છે એ સારી નિશાની છે . આ ભાવ જળવાઈ રહેશે તેવી સહુ ને આશા છે . હુ ખુદ એવા વ્યકિતઓને ઓળખું છુ જે અગરિયાઓ ના સંતાન ની ફી ભરી ને ભણાવી રહ્યા છે . એન્જીન્યરીંગ જેવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો અભ્યાસ ન અટકે તેની ચીવટ રાખે છે . હવે રણવિસ્તારમાં પણ પરિવર્તન આવી રહ્યું છે.

(11:29 am IST)