Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સોમનાથ પવિત્ર ત્રિવેદી સંગમ નદીમાં જેમની બોટમાં બેસી મધ્ય સરિતાએ રાષ્ટ્રીય રાજય મહાનુભાવોના અસ્થિ વિસર્જન પામતા જ રહે છે આવા પ્રકાશ ગોસ્વામી અને મહેશ ગોસ્વામી નવ પેઢીથી આ કામ કરે છે....!

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.૧૧ : સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ પ્રભાસ તીર્થમાંની પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં જેમની બોટમાં બેસી મધ્ય સરિતાએ રાષ્ટ્રીય રાજય મહાનુભાવોના અસ્થિ વિસર્જન પામતા જ રહે છે તેવા હોડી સંચાલક પ્રકાશ ગોસ્વામી અને મહેશભાઇ કહે છે, અમો આ પવિત્ર સંગમમાં નવ પેઢીથી હોડી ચલાવવાનું કામ કરીએ છીએ. હું છેલ્લા વીસ વર્ષથી આ હોડી હંકારૂ છુ. વર્ષો પહેલા સઢવાળી હોડી હતી આજે મશીનવાળી હોડી છે તે સમયે હલેસા વાંસડાથી લગાવી અમારા પૂર્વજો હોડી ચલાવતા આજે અમો મશીનથી ચલાવીએ છીએ.

અમારી આ હોડીમાં બેસી અનેક મહાનુભાવો અને શ્રધ્ધાળુઓના પરિવારો મધ્ય નદીએ તેઓના દિવંગત આત્માઓના અસ્થિનું વિસર્જન કર્યુ છે. જેમ કે તત્કાલીન ભારતના વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધી, સ્વ.રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપાઇ, મોરારજી દેસાઇ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સ્વ. સંજય ગાંધીનો તેમના અસ્થિ જે તે કાળમાં અમારા દ્વારા સંચાલીત હોડીમાં તેના પરિવારો કાર્યકરોએ બેસી અસ્થિ નદીમાં પધરાવેલ છે.અમારી આ હોડીમાં બેસી અમારા સૌના પૂજય અને ત્રિવેણી સંગમ ઘાટના વિકાસમા જેમનું બહુ જ મોટુ યોગદાન છે તેવા રાજયના પુર્વ મુખ્ય મંત્રી અને સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઇ પટેલના અસ્થિ વિસર્જન પણ આ હોડીમાં જ બેસી પરિવારે કર્યા.સુપ્રસિધ્ધ રામપારાયણ કથાકાર પણ જયારે પ્રભાસ આવે છે ત્યારે તેમને કાંઠે લાવવા લઇ જવા અમારે માટે મોટું સૌભાગ્ય છે.સોમનાથ ટ્રસ્ટની આજની આ નૌકા વ્યવસ્થામાં સુપેરે આયોજન કર્યુ. કોરોના સાવચેતી કારણે બોટના સફર પુર્વે સેનીટરાઇઝડ કરાયુ. બોટ પરત ફરી ત્યારે કાંઠે તમામને સેનીટરાઇઝડથી હાથ ધોવાયા ઉપરાંત કોઇ અઘટીત ઘટના ન બને તેની સાવચેતીના ભાગે કિનારે લાઇફ સેવ જેકેટ સાથે તરવૈયાઓ ખડેપગે રખાયા છે.

(11:28 am IST)