Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભાવનગરમાં ટોળકીને ઝડપી પોલીસે નવ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

ભાવનગર,તા.૧૧ : શહેરમાંથી પોલીસે ચોરાઉ આઠ બાઇક સાથે વાહન ચોરી કરતી ટોળકીના પાંચ શખ્સોને ઝડપી લીધા છે અને નવ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની આગેવાનીમાં એલ.સી.બી.  જુદી-જુદી ટીમો બનાવી જીલ્લામાં વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ બનેલ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે ખાસ એકશન પ્લાન બનાવી, પેટ્રોલીંગનુ આયોજન કરેલ હતુ. જે માર્ગદર્શન હેઠળ  માણસોએ બાતમીદારનુ નેટવર્ક પણ એકટીવ કરેલ હતુ અને બોરતળાવ પો.સ્ટે. વિસ્તારમાં અનેક વાહન ચોરીના ડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હકીકત મળેલ કે, શ્નઅમુક ઇસમોએ ભાવનગર કુમુદવાડી, શકિત પાનની બાજુમાં આવેલ પરેશભાઇ કોળીના હિરાના કારખાનાના વાહન પાર્કીંગમાં ચોરાઉ મોટર સાયકલો રાખેલ છે અને હાલ તે ચોરાઉ મોટર સાયકલો વેચવા માટે ભેગા થયેલ છે અને તેઓએ ચોરેલા મોટર સાયકલો જોવા માટે બહારથી માણસોને બોલાવી મોટર સાયકલો બતાવે છે. જે હકીકત આધારે તપાસ કરતા પાંચ ઇસમો આંઠ ચોરાઉ મોટર સાયકલો નંબર પ્લેટ વગરની સાથે મળી આવતા જે પાંચેય શખ્સો સુનિલભાઇ ઉર્ફે ઘુડો બીજલભાઇ મથુરભાઇ કાતરીયા ઉ.વ.૨૬,પીન્ટુભાઇ રડછોડભાઇ મકવાણા ઉ.વ.૨૫,  વિપુલભાઇ રણછોડભાઇ ધનજીભાઇ કોગદીયા ઉ.વ.૨૮, અજયભાઇ ઉર્ફે અજુ /ઓ ઘનશ્યામભાઇ વાઘેલા ઉ.વ.૨૨, હિતેશભાઇ  અરવિંદભાઇ પરમારને ઝડપી લીધા હતા. આરોપીઓ દિવસ દરમ્યાન હિરાના કારખાનાઓ આજુબાજુ આંટાઓ મારી પાર્કીંગમાં પડેલ મોટર સાયકલોને પોતાની પાસેની ચાવી વાડે અથવા પીન કાઢીને ડાઇરેક કરીને ચોરી કરીને લઇ ગયા હતા.

આ કામે આરોપીઓએ ચોરી કરેલ મોટર સાયકલો નંગ- ૮ (આંઠ) ની કુલ કિ.રૂ..૧,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન હજુ પણ વધુ વણશોધાયેલ વાહન ચોરીના ગુન્હાઓની હકીકત ખુલવા પામે તેવી શકયતા રહેલ છે.

આ સમગ કામગીરી હે.કોન્સ. જે.આર.આહિર તથા મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ નાઓએ કરેલ છે.

(11:28 am IST)