Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પૂ. હરિચરણદાસજી મહારાજની તબિયત સ્થિર ગોંડલમાં સારવાર : ભકત સમુદાય દ્વારા પ્રાર્થના

ઓકિસજન ઉપર તબીબોની દેખરેખ હેઠળ સારવાર : સંપૂર્ણ આરામની સલાહ

ગોંડલ : તસ્વીરમાં પૂ. હરિચરણદાસજી મહારાજની સારવાર થતી નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

રાજકોટ - ગોંડલ તા. ૧૧ : ગોંડલના શ્રી રામજી મંદિરના પૂ. હરિચરણદાસજી મહારાજને કોરોનાની સામાન્ય અસર જણાતા ગોંડલમાં જ ડો. વિદ્યુત ભટ્ટ અને ટીમ સઘન સારવાર કરી રહી છે. આજે સવારે ડો. વિદ્યુત ભટ્ટએ જણાવ્યું હતું કે, પૂ. હરિચરણદાસજી મહારાજની તબિયત સ્થિર છે.  લાખો ભાવિકોના શ્રધ્ધૈય પૂજ્ય હરિચરણદાસજી મહારાજ (ઉ.૯૯) ને કોરોના પોઝિટિવ આવેલ છે. તેમને રામજી મંદિર ગોંડલ ખાતે તેમના રૂમમાં જ ઓકિસજન ઉપર રાખેલ છે. ડોકટરો સતત કાળજીલઇ રહ્યા છે. મહારાજશ્રીના શિષ્ય ભાઇ-બહેનોને વિનંતી કે પોતાના નિવાસે રહી પ્રાર્થના કરે સીટી સ્કેનમાં તેમને કોરોના હોવાનું બતાવેલ છે.

મહારાજશ્રીને ગોંડલ રામજી મંદિરમાં તેમના જ રૂમમાં ઓકિસજન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. તેમની તબિયત સ્થિર અને સુધારા ઉપર હોવાનું જાણવા મળે છે. રાત્રે તેમનો તાવ ઓછો થઇ ગયો છે પરંતુ સાવચેતીરૂપે ઓકિસજન સતત આપવામાં આવી રહ્યો છે. તેમના રૂમમાં કોઇને જવા દેવાતા નથી. સંપૂર્ણ આરામની સલાહ છે.

પૂજ્ય હરીચરણદાસજી બાપુની તબિયત નાદુરસ્ત હોવાની જાણ વાયુવેગે ભકત સમુદાયમાં પ્રસરી જતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પૂ. બાપુના સ્વાસ્થ્ય માટે ઠેરઠેર પ્રાર્થના થઇ રહી છે.

(11:19 am IST)