Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પોરબંદર પંથકની ગુમ ૨ યુવતીઓ સુરત અને આંધપ્રદેશમાં પ્રેમસંબંધમાં નાસી ગયાનું ખુલ્યું

પોરબંદર,તા. ૧૧: જિલ્લાના રાણાવાવ અને આદિત્યાણાની ૨ યુવતઓ અલગ અલગ દિવસે ગુમ થયા બાદ બંને યુવતીઓને પોલીસે સુરત અને આંધપ્રદેશના નેબ્લુરમાંથી

પોરબંદર જિલ્લામાં ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા એક ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સઘન તપાસમાં હોય જેથી (૧) સને ૨૦૧૯ના સપ્ટેમ્બર માસમાં રાણાવાવ રહેતી એક યુવતી ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહેલ હોવા બાબતની જાહેરાત બાબતે સઘન તપાસ કરતા મજકુર યુવતી પ્રેમ સંબંધના કારણે એક યુવક સાથે આંધ્રપ્રદેશના નેલુર સીટી ખાતે જતી રહેલ હોય રાણાવાવ પોલીસ સ્ટાફના પો.સબ ઇન્સ. બી.એસ.ઝાલા તથા હેડ કોન્સ. ડી.ડી.વાઢીયા તથા પો.કોન્સ. હેમાન્શુભાઇ વાલાભાઇ તથા વિક્રમભાઇ અરજણભાઇ વગેરે સ્ટાફ દ્વારા આંધ્રપ્રદેશના 'વેદાયપલેમ' પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી તેણીને સહીસલામત શોધી કાઢેલ છે.

સને ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં આદિત્યાણા રહેતી એક યુવતી ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહેલ હોવાની જાહેરાત થયેલ જે બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. બી.એસ.ઝાલા તથા એ.એસ.આઇ. એમ.ડી.મકવાણા તથા હેડ કોન્સ.આર.બી.ડાંગર તથા પો.કોન્સ. અશોકભાઇ ચુડાસમા વગેરે સ્ટાફ દ્વારા સઘન તપાસ કરતા મજકુર પણ યુવતી પ્રેમ સંબંધના કારણે એક યુવક સાથે સુરત સીટી ખાતે જતી રહેલ હોય રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા સુરત શહેરના 'ઉધના' પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી તેણીને સહીસલામત શોધી કાઢેલ હોય બન્નેના પરિવારજનો દ્વારા પોરબંદર જિલ્લા પોલીસનો હૃદયપુર્વક આભાર માનેલ છે.

(10:15 am IST)