Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મજયંતિ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ ,તા. ૧૧: મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મજયંતિ નિમિત્તા ભારતમાં દર વર્ષે ૧૧ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પંડિત જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળમાં પ્રથમ શિક્ષણ પ્રધાન તરીકે મૌલાના અબુલ કલામ આઝાદે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ થી ૨ ફેબ્રુઆરી, ૧૯૫૮ સુધી દેશની સેવા કરી હતી. મૌલાના અબ્દુલ કલામ આઝાદ એક સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. અબ્દુલ કલામ આઝાદ માત્ર વિદ્વાન જ નહોતા પણ શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ઘ હતા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૮ ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, 'મંત્રાલયે ભારતના શિક્ષણના કારણમાં તેમના યોગદાનને યાદ કરીને ભારતના આ મહાન પુત્રનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું છે.'

એચઆરડી મંત્રાલયે ઉમેર્યું હતું કે, 'વર્ષ ૨૦૦૮ પછી ૧૧ નવેમ્બર, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે, એવો નિર્ણય કરવામાં આવ્યો. ૧૧ નવેમ્બર દર વર્ષે શાળાઓમાં વિવિધ રસપ્રદ અને માહિતીપ્રદ સેમિનાર, નિબંધ-લેખન, રેલીઓ વગેરે દ્વારા ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાક્ષરતાના મહત્વ અને શિક્ષણના તમામ પાસાઓ માટે રાષ્ટ્રની પ્રતિબદ્ઘતા વિશે વાત કરવા માટે ભેગા થાય છે. સ્વતંત્ર ભારતની શિક્ષણ પ્રણાલીના ક્ષેત્રમાં મૌલાના અબ્દુલ આઝાદ દ્વારા આપેલા તમામ મહાન યોગદાનને રાષ્ટ્રીય શિક્ષણ દિવસે શ્રદ્ઘાંજલિ છે.

(10:15 am IST)