Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિીથી પાકને થયેલ નુકસાન માટે ૨૭ કરોડની સહાય મંજુર કરાઈ

પાકવીમાનું વળતર ખેડુતોને કંપની તરફથી અલગ મળશે

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અતિવૃષ્ટી બાદ પાકને થયેલા નુકસાનનું વળતર લેવા માટે દોડધામ કરે છે ત્યારે રાજય સરકારે જિલ્લાના ખેડૂતોને વરસાદને કારણે જે પાકને નુકસાન થયુ છે તેના વળતર માટે રૂ.૨૭ કરોડની રકમની ફાળવણી કરી છે. થોડા દિવસોમાં આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે.

  જિલ્લાના ખેડૂતોને અનાવૃષ્ટી તો કયારેક અતીવૃષ્ટીનો સામનો કરવો પડે છે. ચાર પાંચ વર્ષમાંથી એકાદ બે વર્ષ જ સમયસર અને યોગ્ય વરસાદ પડવાને કારણે ખેડૂતો ધારી ઉપજ લઇ શકે છે. વરસાદની અનીયમીતતાને કારણે ખેડૂતોને મોટો આર્થીક ફટકો પડતો આવ્યો છે

  . ચાલુ વર્ષે પાકના વીમા લીધેલા ખેડૂતો વીમા કંપની પાસે હક્કના નાણા લેવા માટે દોડધામ કરી રહ્યા છે. ત્યારે સરકારે જિલ્લાના ખેડૂતોને નુકસાનીના વળતર માટે રૂ.૨૭ કરોડની રકમ સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી ચુકવવાનો નિર્ણય કર્યો છે તે ખાતામાં જમા થઇ જશે તેમ કલેકટર કે.રાજેશે જણાવ્યુ હતું.

(1:16 pm IST)