Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જુનાગઢ ચાંદ ટાવર વિસ્તારમાંથી વિદેશી દારૂની ૩૨૪ બોટલ પકડાઇઃ ૧.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત

જુનાગઢઃ મે.આઇ.જી.પી.સા શ્રી મનીંદર પ્રતાપસીંગ પવાર સાહેબ જુનાગઢ રેન્જ જુનાગઢના ઓ તથા પોલીસ અધિક્ષક  સૌરભસીંઘ સાહેબ જુનાગઢ તથા ના.પો.અધી.પ્રદીપસીંહ જાડેજા ઓની પ્રોહી.ના કેસો શોધી કાઢવાની સચના મુજબ ના.પો.અધિ. જુનાગઢના માર્ગદર્શન હેઠળ અમો આર.બી.સોલંકી તથા એ.એસ.આઇ. નાનજીભાઇ આંણદભાઇ તથા એ.એસ.આઇ. એ.યુ.આરબ તથા સર્વેલન્સ સ્ટાફ ના પો.હેડ કોન્સ. ડી.એસ.બાબરીયા તથા પો.કોન્સ કોન્સ રમેશભાઇ મંગાભાઇ શિંગરખીયા તથા રજાકબીન સૈયદભાઇ તથા પી.સી.આર.ઇન્ચાર્જ પો.હેફ.કોન્સ હમીરભાઇ ગોવાભાઇ તથા નાથાભાઇ બાવાભઇ તથા પરેશભાઇ બાવનભાઇ તથા પો.કોન્સ. વિપુલભાઇ મંગેશભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો પરીક્રમા બંદોબસ્ત સબબ પેટ્રોલીંગ માં હતા. દરમ્યાન એ.એસ.આઇ. નાનજીભાઇ આંણદભાઇ ને ખાનગી રાહે હકિકત મળેલ કે, જુનાગઢ ચોબારી યોગેશ્વર નગર માં આવેલ ચાંદ ટાવર નામના એપાર્ટમેન્ટ માં ચોથા માળે રહેતો ઇરફાન ઇકબાલભાઇ હાલા એ પોતાના કબ્જા ભોગવટના ચાંદ ટાવર માં ગ્રાઉન્ડ ફલોર માં આવેલ બ્લોક G-૨ મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે.અને તે સગે વગે કરી નાખે તેમ છે. આવી હકિકત મળતા તુરત હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા પરપ્રાંત બનાવટની અલગ- અલગ બ્રાન્ડ ની ફુલ પેટી નંગ- ૨૭ કુલ બોટલો નંગ- ૩૨૪ કુલ કી.રૂ.૧,૨૯,૬૦૦/- નો ઇગ્લીશ દારૂ નો જથ્થો રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી ગુન્હો કરેલ હોય જેથી હાજર નહી મળી આવેલ ઇરફાન ઇકબાલભાઇ હાલા રહે- જુનાગઢ ચોબારી રોડ ચાંદ ટાવર ચોથા માળે બ્લોક નં- ૪૦૨ વાળા વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, મુજબ ગુનો રજી. કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:12 pm IST)