Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાજુલામાં જાની પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો કાલે વિરામ

 રાજુલા તા.૧૧ : ભેરાઇ રોડ પર જાની પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તા.૬/૧૧/૧૯ થી તા. ૧ર/૧૧/૧૯ સુધી જાની તથા ભાવેશભાઇ જેન્તીભાઇ જાની તથા ભરતભાઇ જેન્તીભાઇ જાની તથા સમગ્ર જાનિ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે. શ્રીમદ્દ ભાગવત કથા દરમ્યાન કથા મહાત્મય, શ્રી કપીલ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, રાસોત્સવ, શ્રી વામન પ્રાગટય, શ્રીરામ પ્રાગટય, શ્રીકૃષ્ણ પ્રાગટય, ગોવર્ધન પૂજા, કૃષ્ણઋક્ષ્મણી વિવાહ તથા ભવ્ય સંતવાણી તથા હનુમાન ચાલીસાના પાઠ તેમજ દશાંશ વિષ્ણુ યજ્ઞ કરવામાં આવશે.

આ કથાનું રસપાન શાસ્ત્રીશ્રી પંકજભાઇ જાની (ઉમરાળાવાળા) દ્વારા વ્યાસાસનેથી બિરાજીને સંગીતમય શૈલીમાં કથા રસપાન કરાવશે. તેમજ આજરોજ નંદમોત્સવની ઉજવણી કરવામાં આવેલ તેમા જગદીશભાઇ જાની(ઝાંખરા)ના પુત્ર ને કાનો બનાવવામાં આવેલ હતો.

કથા દરમ્યાન પૂ. મુકતાનંદજીબાપુ (ચાંપરડા) તથા પૂ. રામબાકલકદાસબાપુ (વાંકુ.ની ધાર) શ્રીમનજીદાદા (બગદાણા) પધારી આશીર્વચન આપશે તેમજ શ્રી ગીજુભાઇ ભરાડ તેમજ જયંતીભાઇ તેરૈયા પધારી કથા શ્રવણ કરશે તેમ ભાવેશભાઇ  જાનીની યાદીમાં જણાવેલ છે.

(1:11 pm IST)