Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સુરેન્દ્રનગર શહેરમાં કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે ઇદ-એ-મિલાદની ઉજવણી

સુરેન્દ્રનગર શહેરમાં કોમી એખલાસના અને ભાઈચારાની ભાવના સાથે ઈદે મિલાદના  જુલુસ સુરેન્દ્રનગર વઢવાણ તેમજ ધાંગધ્રા જેનાબાદ સહિતના ગામોમાં ભારે ઉત્સાહ ઉમંગ વચ્ચે નીકળ્યા હતા ં સુરેન્દ્રનગર શહેરના કાચી વાળ નાકેથી ઈદે મિલાદના જુલૂસ નો  કાજી હાજી હનીફ બાપુ તેમજ શહેરની વિવિધ મસ્જીદો ના ઈમામ સાથે ભવ્ય ઝુલા પ્રસ્થાન થયા હતા.  જાહેર માર્ગો ઉપર ઠંડા પાણી શરબત તેમજ ચોકલેટ બિસ્કીટ અને નાસ્તા પાણી ની ઠેરઠેર વ્યવસ્થા કરવામાં આવેલ  વિવિધ વિસ્તારોમાંથી વિવિધ ટકો કાર તેમજ રીક્ષાઓ જુલસ માં જોડાઈ હતી  ટાંકી ચોક વિસ્તાર ખાતેથી પૂર્ણ વિરામ કરવામાં આવ્યો હતો .  શહેરના ટાવર ચોકથી લઇ જવાહર ચોકદેરાસર ચોક હેન્ડલુમ ચોક તેમજ શહેરના ખીજડીયા હનુમાન પાસે થઈ જવાર ચોક વિસ્તારમાં વિસર્જન કરી અને જ્યાં ઈદે મિલાદ નિમિત્તે નાના બાળકો દ્વારા વાયજ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.  અલ બગદાદી ગ્યાસુદ્દીન બાવા ના મજાર ખાતેથી  જુલુસ ે નીકળ્યા હતા જેમાં સિકંદર ભાઈ તેમજ ઇબ્રાહીમ ભાઇ જેનુલ ભાઈ અકીલ ભાઈ તેમજ આ વિસ્તારના અનેક લોકો જોડાયા હતા . વાયજ નો ભ વ્ય પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. દાવતે ઇસ્લામી તેમજ અન્ય મુસ્લિમ સંસ્થાઓના જુલુસ પણ  કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે જોડાયા હતા  સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ ત્રિવેદી બંદોબસ્ત ગોઠવ્યો હતો  મેઇન રોડ ઉપર વાયદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યારે શહેરમાં ઠેર-ઠેર ન્યાઝ નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નાના નાના બાળકોએ નબી સાહેબ નિશાનમાં ઝંડા ફરકાવી અને સબસે ઊંચા નબી કા જંડા હું કરો યા રસુલલ્લાહ ના નારા લગાવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર શહેરના મુસ્લિમ સમાજના એડવોકેટ રુસ્તમ ભાઈ અને તેમના પુત્ર દ્વારા દેશના કોમી એકતાના માહોલ જળવાઈ રહે તેવા આશય સાથે ભારતનો ઝંડો પણ લહેરાવીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું પીરે તરીકત હાજી સૈયદ ઈસુ બાપુ દ્વારા અપીલ કરવામાં આવેલ હતી ત્યારે  શાંત અને શાંતિના સંદેશા સાથે આજે ભવ્ય ઈદે મિલાદના જુલૂસ નીકળ્યા હતા.

(1:10 pm IST)