Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

માળીયા પાસે રીક્ષામાંથી ૧૮૦ લીટર દેશી દારૂ સાથે અલી જેડા પકડાયો

મોરબી તા ૧૧ : માળીયા ભીમસર ચોકડી નજીકથી રીક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ એલસીબી ટીમ માળીયા પંથકમાં પેટો્રલિંગમાં હોય દરમિયાન વિદરકા ગામથી ભીમસર ચોકડી વચ્ચેના રસ્તેથી પસાર થતો છકડો રીક્ષા નં. જીજે-૧૨-ડબલ્યુ ૬૦૦૪ ને રોકી તલાશી લેતા પ્લાસ્ટીકના બાચકામાં કુલ ૧૮૦ લીટર દેશી દારૂ કીંમત રૂા ૩૬૦૦ નો મુદામાલ મળી આવતા છકડો રીક્ષા અને દેશી દારૂ સહીત કુલ રૂા ૪૩,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ખલી ગગાભાઇ ઉર્ફે આમદ જેડા (રહે. માળીયા) ને ઝડપી લીધો છે અને દારૂની હેરાફેરીમાં આરોપી હારૂન મહમદ જામ રહે. માળિયા અને હસન નુરમંહમદ મિયાણા રહે. વિદરકા તા. માળિયા વાળાના નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(1:08 pm IST)