Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો રસ્તા રોકો જેલ ભરો આંદોલનઃ પ્રવિણ રામની જાહેરાત

કેશોદ, તા.૧૧: સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ એ છે ,ઘાસચારો કોહવાઈ ગયો છે ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતો પાયમાલ બન્યા છે અને અનેક ખેડૂતોને તો પોતાનો પાક સળગાવી દેવાની પણ નોબત આવી છે ,આવી મોંધવારીના સમયમાં આ સીઝન ની રાહ જોઈને બેઠેલા ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાય ગયો છે,અબોલ પશુઓ ને ખાવા માટે કયાંય પણ સારો દ્યાસચારો બચ્યો નથી ત્યારે લીલો દુષ્કાળ જાહેર કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેઙ્ગ આ સમય ખેડૂતોના પડખે ઊભા રહેવાનો સમય છેઙ્ગ

ખેડૂતો વીમા કંપનીઓને પ્રીમિયમ ભરતા હોય અને જો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને વીમા કંપનીઓ તરફથી પાક વીમો મળવાપાત્ર છે પરંતુ અત્યારે વીમા કંપનીઓ ખેડૂતોને ન્યાય આપવાની જગ્યાએઙ્ગ ઠાગાઠૈયા કરી રહી છે ત્યારે પ્રવીણ રામની આગેવાનીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉટ ગાડી,બળદગાડા અને ટ્રેકટરો સાથે કેશોદના રસ્તાઓ ઉપર નીકળ્યા હતા અને ત્યારબાદ મામલતદાર કચેરી એ પહોંચી નીચેની માંગણીઓ રજૂ કરતું આવેદન મુખ્યમંત્રીશ્રીને મામલતદાર મારફત મોકલાવ્યું હતું

૧) લીલો દુષ્કાળ જાહેર કરી તમામ વિસ્તારના ખેડૂતોને પુરેપુરો પાક વીમો આપવામાં આવે અથવા તો સરકાર દ્વારા ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરી નુકશાનીનું પુરેપુરું વળતર આપવામાં આવે

૨) પ્રીમિયમ ના ભરેલા ખેડૂતોને પણ ન્યાય આપવામાં આવે

૩) રજીસ્ટર ગૌશાળાઓ તેમજ અન્ય જરૂરિયાત વાળી જગ્યાઓ ઉપર અબોલ પશુઓ માટે દ્યાસચારો પૂરો પાડવામાં આવે

૪) નુકશાનીના વળતર માટે અરજી ના કરેલ હોય એવા ખેડુતોને પણ ન્યાય આપવામાં આવે

તેમજ આવનારા સમયમાં ખેડૂતોના આ પ્રશ્નોનું નિરાકરણ નહી કરવામાં આવે તો રસ્તા રોકો, જેલ ભરો જેવા ઉગ્ર આંદોલનો પણ કરવામાં આવશે એવી આંદોલનકારી પ્રવીણ રામ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

(1:04 pm IST)