Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જેતપુરના બોરડી સમઢીયાળામાં ડેન્ગ્યુનો પોઝીટીવ કેસ આવતા તંત્રમાં દોડધામ

જેતપુર તા. ૧૧ :.. હાલ ડેન્ગ્યુ કાળો કહેર વર્તાવતો હોય શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પોઝીટીવ કેસ હોય લોકોમાં ભયનો માહોલ હોય તેમાં પણ તાલુકાના બોરડી સમઢીયાળા ગામના એક યુવાનનો ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો છે. જેથી ગામ લોકોએ રાવ કરેલ કે આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે જો મચ્છર ચોખ્ખા પાણીમાં થતા હોય તો અહીંના દલીતવાસ પાછળ જ ચોખ્ખા પાણીની નહિ છે. તો તાત્કાલીક અહીં દવા છાંટવા તેમજ ફોંગીંગ કરાવવાની કાર્યવાહી કરે જેથી આગળ ન વધે.

આ અંગે હેલ્થ ઓફીસર ડો. એમ. એસ. અલીનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે અમાી ટીમે ત્યાંના મકાનોના સર્વ ચાલુ કરી દીધેલ છે. અને ફોંગીંગ પણ કરવામાં આવશે.

હકિકતે તંત્રએ ડેન્ગ્યુના કહેરને રોકવા જનજાગૃતિ અભિયાન તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલીક દવાનો છંટકાવ કરાવવો જોઇએ તેવું લોકોમાં ચર્ચા પર રહ્યું છે.

(1:02 pm IST)