Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મૃત ગાયને દોરડેથી ઘસડવાની ઘટના બાદ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની જામનગર કોર્પોરેશનને હિન્દુ સેનાને ખાત્રી

જામનગર, તા.૧૧: આણદાબાવા ચકલાની આગળ જલાની જાર વાળા રસ્તા પર ડ૬ નવેમ્બર ૨૦૧૯ ના રોજ જામનગર મહાનગરપાલિકાના લગત વિભાગ દ્વારા મૃત્યુ પામનાર ગાયને ઢસળીને બહાર લાવી યોગ્ય જગ્યા પર અંતિમ વિધિ કરવાગયેલ હોય પરંતુ હિન્દુ સમાજમાં ગાય માતા તરીકે પુજાતી હોય તે ગાય માતાના મૃત્યુ બાદ આ રીતે દોરડાથી બાંધી, દ્યસડી ખેંચી જતા સમય વખતનો વિડીયો વાયરલ થયેલ અને જામનગરના ગલી ખાંચે જા.મ.પા. વિરૂઘ્ધ આક્રોશ ઉભો થયેલ હોય ત્યારે હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટે કમિશ્નર સાહેબશ્રીને આ સંદર્ભે વિગતે ટેલીફોનીક વાત કરતાં આ બનાવ ખરેખર અયોગ્ય છે અને જે તે જવાબદાર તેમજ લગત કર્મચારીને ઠપકા સાથે ભવિષ્યમાં આવું ન થવા માટે સ્પષ્ટ સુચના  આપેલનું જણાવેલ હતું. તેમજ જા.મ.પા. દ્વારા આવી સાંકળી ગલીઓમાંથી ગૌવંશના શબોને બહાર લાવવા તથા જરૂરી સાધન સામગ્રી તેમજ છકડો રીક્ષા જેવાં નાનાં વાહનોની સુવિધા પણ ઉભી થશે તેવુ હિન્દુ સેનાને જણાવેલ હતું.

આવી સ્થિસ્તિમાં ધાર્મિક લોકોની લાગણી દુભાણી હોય તે સમજી શકાય છે. અને એક વખત થયેલ ભૂલ  ફરીથી ન થાય તે માટે કમિશ્નર સાહેબ દ્વારા લગત વિભાગના કર્મચારીઓને સમજાવી ઠપકો આપ્યો હતો. હિન્દુ સમાજ અને  ગૌભકતોને જે ધાર્મિક લાગણી દૂભાણી હોય તેને સ્વાભાવિકતાથી સ્વીકારી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની જા.મ.પા. ના ઉચ્ચ  અધિકારી તેમજ સતાધારી પક્ષના જવાબદાર વ્યકિતએ ફરીથી આવા બનાવ ન બનવાની હિન્દુ સેનાને ખાત્રી આપી છે.

(1:02 pm IST)