Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પોરબંદરમાં દારૂના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા બાઘા નાથા રબારી ઝડપાયો

પોરંબદર,તા.૧૧: દારૂના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા બધા નાથા રબારી રે કાટવાણા પાસે નેશમાં પોલીસે પકડી પાડેલ છે.

દોઢેક વર્ષથી ચાર ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ - પોરબંદર ડી.જી.પી.શ્રી ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટેની જુંબેશ ચાલુ હોય જેથી પોરબંદર જીલ્લા ર્ંપોલીસ અધિક્ષક ઊડજીક ડો.પાર્થરાજસિંહ ગોહિર્લં સાહેબનાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટીમોને સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ના ર્ંપોલીસ ઇન્સપેકટર શ્રી કે.આઇ.જાડેજાની રાહબરી હેઠળ ર્ંપોલીસ સબ ઇન્સપેકટરશ્રી, હરદેવસિંહ ગોહીર્લં તથા સ્ટાફના માણસો અયોધ્યા રામજન્મભુમી મંદીર વિવાદ અંગે નામદાર સુપ્રીમકોર્ટ દ્રારા જાહેર કરવામાં આવેલ જજમેન્ટ અનુસંધાને શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાનપોલીસ હેડ કોન્સ. કિશનભાઇ ગોરાણીયા તથા પો.કોન્સ. સમીરભાઇ જુણેજાને મળેલ ચોકકસ બાતમી આધારે પોરબંદર નરસંગ ટેકરી ઓવર બ્રીજ નિચેથી આરોપી બાદ્યા ઉર્ફે બધા નાથાભાઇ કોડીયાતર રબારી ઉ.વ.૨૧ રહે. માલદેવારીનેશ, કાટવાણા ગામની બાજુમાં પોરબંદર વાળાને મિયાણી મરીન પોલીસ સ્ટેશન પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬પઇ, ૧૧૬બી, ૮૧ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬પઇ, ૧૧૬બી, ૮૧ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬પઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુન્હાના કામે છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હોય મજકુર આરોપીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહીમાં હાથ ધરેલ છે. અને આરોપીને આરોપીની પુછપરછ કરતા મજકુર બગવદર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં પકડવાનો બાકી હોવાની કબુલાત આપેલ છે.

આ કામગીરીમાં ર્ંપોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા, પોલીસ સબ ઇન્સપેકટર હરદેવસિંહ ગોહીલ તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સટેબલ કિશનભાઇ ગોરાણીયા, મહેબુબખાંન બેલીમ, પો.કોન્સ  સમીરભાઇ જુણેજા, હરેશભાઇ આહીર તથા ડ્રાઇવર માલદેભાઇ પરમાર્રં  વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતાં

(11:57 am IST)