Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કચ્છ કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ઘ બળાપો કાઢનાર યુવક કોંગ્રેસના પ્રમુખનો હાઈકમાન્ડે લીધો ઉધડોઃ ડખ્ખો વકરવાના એંધાણ

ભુજ, તા.૧૧:  પાર્ટીના હિતના નામે વર્તમાન કચ્છ કોંગ્રેસ પ્રમુખ સામે સોસિયલ મીડીયામાં બળાપો કાઢનાર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખને પ્રદેશમાંથી ઠપકો મળ્યો છે. ૨ દિવસ પહેલા એક તરફ જયા કોગ્રેસને મજબુત કરવા માટે કાર્યકરોનું પ્રદેશમાં મંથન ચાલી રહ્યુ હતુ તેજ દિવસે કચ્છ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હરિસિંહે જાડેજાએ વર્તમાન જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની નબળી કામગીરી સામે સવાલો ઉભા કરવા સાથે પાર્ટીને બેઠી કરવા માટે નવલસિંહ જાડેજા જેવા પ્રમુખની જરૂરીયાત હોવાની પોસ્ટ સોસિયલ મીડીયા ફેસબુક પર કરી હતી. જો કે આ પોસ્ટ બાદ કોંગ્રેસના બે જુથ્થો વચ્ચે યજુવેન્દ્રસિંહ વિરૂધ અને તેની તરફેણમાં અનેક પોસ્ટ ફેસબુક પર અપલોડ થઇ હતી. પરંતુ પાર્ટીએ આ મામલાને ગંભીરતાથી લઇ હરિસિંહને કડક શબ્દોમાં જાટકણી કાઢવા સાથે નોટીસ ફટકારી શિસ્તભંગના પગલા લેવાની તૈયારી દર્શાવી છે.

પ્રદેશની ટક્કરો વારંવાર શિસ્તભંગ ન કરો તમારી મર્યાદામાં રહો..

સોસિયલ મીડીયામાં આ પોસ્ટ હરિસિંહે મુકયા બાદ તેની ધણી ટીકા થઇ હતી. જેને પ્રદેશ કોંગ્રેસે પણ ગંભીરતાથી લીધી છે. ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતીના બાલુભાઇ પટેલ મોકલેલ નોટીસમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ છે.....આપ કચ્છ જીલ્લા યુથ કોંગ્રેસના કાર્યક્રારી પ્રમુખ છો આપને શિસ્ત્ત્।ાની ખબર હોવી જોઇએ આપને અસંતોષ હોય તો યોગ્ય આગેવાન અને જગ્યાએ રજુઆત કરવી જોઇએ આપનુ આ પ્રકારનુ વર્તન પાર્ટીના હિતમાં નથી. અને શિસ્તાના દાયરામાં તમે કામ કર્યુ નથી. તમને વારંવાર આ અંગે જીલ્લા સમિતીએ ટકોર કરી છે. છંતા તમારામાં ફેરફાર નથી. ત્યારે દિવસ ૭જ્રાક્નત્ન પ્રદેશ કોગ્રેસ સમિતીને આ અંગેનો આપનો લેખીત ખુલાસો મોકલવો અને આ પત્ર મળ્યા બાદ પણ જો આપનો જવાબ સાથેનો પત્ર નહી મળે તો તેને શિસ્ત્ત્।ભંગ ગણી કાર્યવાહી કરાશે તેની નોંધ લેવી

હરિસિંહની વર્તમાન પ્રમુખ પર જાહેર ટીપ્પણી એ કોઇ નવી વાત નથી. પરંતુ નવુ સંગઠન માળખુ મજબુત કરવા માંગતા પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ આ મામલાને આ વખતે ગંભીરતાથી લઇ હરિસિંહને ગર્ભીત ચિમકી સાથે શિસ્તમાં રહેવા ટકોર કરી છે. જો કે જોવુ એ અગત્યનુ રહેશે કે અગાઉ પણ આવા નિવેદન મામલે કોઇ પગલા ન લેનાર પ્રદેશ પાર્ટી હાઇકમાન્ડ કેવા પગલા લે છે. જો કે આગામી દિવસોમાં આજ મામલે વધુ આંતરીક ધમાસાણ કોગ્રેસમાં થાય તો નવાઇ નહી.

(11:57 am IST)