Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

લાલપુરમાં ધામે ધૂમે ઇદની ઉજવણી

લાલપુમાં મુસ્લીમ બીરાદરો દ્વારા ઇદની ઉજવણી ધામધુમથી કરવામાં આવી જેમાં શુરોની ચોકથી મેઇન બજાર, એસ.ટી. ડેપો થઇ મીઠાપુર દર્ગા સુધી જુલુસ કાઢવામાં આવ્યું હતું. દરમ્યાન અલગ અલગ જગ્યાએ સરબત, ઠંડાપીણા તથા ચા પાણીના સ્ટોલ દ્વારા નીયાઝ કરવામાં આવી હતી. લાલપુર ગ્રામ પંચાયતના ઉપરસરપંચ રફીકભાઇ હાલેપોૈત્રા, ઓશમાણભાઇ રામા, રઝાકભાઇ શેખ, અબ્દુલભાઇ રાલેપોૈત્રા, રફીકભાઇ રામા તથા મસ્જીદના બાપુ તથા મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

(11:57 am IST)