Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હળવદ ખાતે ૭ રાજયો અને ૩ દેશને જોડતી સાયકલ રેલીનું ભવ્ય સ્વાગતઃ

હળવદઃ લાયન્સ કલબ ઓફ મોરબી - નઝરબાગ દ્વારા પર્યાવરણ બચાવ અને જળ બચાવની જાગૃતિ અર્થે ચેન્નઈ ની લાયન્સ કલબ દ્વારા યોજાયેલ ૭ રાજયો અને ૩ દેશને જોડતી સાયકલ રેલી હળવદ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ સાયકલ રેલીમાં ભારત ના સુપ્રસિદ્ઘ વ્યકિતઓ ભુજથી આસામ સુધી સાયકલ પ્રવાસ કરશે. ૭ રાજયો અને ૩ દેશના સાયકલ સવારો જળ અને પર્યાવરણ બચાવો વિશે જાગૃતિ ફેલાવવા નો પ્રયાસ કરશે. રેલી નું નેતૃત્વ સી. સત્યેન્દ્ર બાબુ કરી રહ્યા છે . અને રેલી દરમ્યાન શાળા અને કોલેજ ના વિદ્યાર્થીઓ ને મળશે. સાયકલ રેલી ના કુલ ૩૬૦૦ કિલોમીટર ના પ્રવાસ માં ૩૦૦ જેટલી લાયન્સ કલબ સત્કારશે અને કલબ દ્વારા પોત પોતાના સેવાકીય કર્યોની માહિતી આપશે.આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગના સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ડિસ્ટ્રિકટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરીએ જન્મ થી બેહરા મૂંગા બાળકો સાંભળતા થાય છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત મહેમાનો અને સાયકલીસ્ટનું સન્માન પણ કરાયું હતું. હળવદ ખાતે યોજાયેલ સમારંભ માં ધારાસભ્ય પરસોત્ત્।મભાઈ સાબરીયા,જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની,રોટરી કલબના રાજેન્દ્રસિંહ રાણા,ગૌ સેવક ભાવેશભાઈ ઠક્કર, વેપારી મહામંડળ ના પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર , સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેષભાઇ દવે , ધ્રુવભાઈ રાવલ વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

(11:55 am IST)