Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ધોરાજીમાં નાનીના ઘરે આવેલ બાળકનુ ત્રીજા માળેથી પડી જતા મોત

ધોરાજી તા.૧૧: ધોરાજીમાં નાનીના ઘરે આંટો દેવા ગયેલા બાળકનું ત્રીજા માળેથી પડી જતાં મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 જૂનાગઢમાં રહેતો ઇમાદ સાજીદભાઇ ઉ.વ.૪ નામનો બાળક પરીવાર સાથે તા.૬/૧૧ના રોજ પોતાના નાનીમાના ઘરે ધોરાજી પોસ્ટઓફિસ મેમણ કોલોનીમાં વેકેશન કરવા ગયા બાદ ત્રીજા માળેથી રમતા-રમતા પડી જતાં તેને માથામાં ગંભીર ઇજા થતા તેનું સારવારમાં મોત નીપજ્યું છે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)