Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હળવદમાં આદ્યશકિત માતાજીના ૯૪૪માં પ્રાગટ્ય દિનની ઉજવણી :

હળવદઃ ઝાલા કુળના જન્મ દાત્રી આદ્યશકિત માતાજીના ૯૪૪મા પ્રાગટ્ય દિનની ઉજવણી શકિત માતાજી મંદિર હળવદ ખાતે કરવામાં આવી હતી કારતક સુદી-૧૧ એટલે દેવ ઉઠી અગિયારસ એટલે શકિતમાંનો પ્રાગટ્ય દિન અને ઝાલાવાડનો સ્થાપના દિવસ છે. આ દિવસે બાપા હરપાલ અને શકિત દેવીએ એક જ રાતમાં ૨૩૦૦ ગામનાંના તોરણો બાંધ્યા હતા શિવ અને પાર્વતીના અંશ અવતાર હરપાલ દેવ અને શકિતમાંના દિવ્ય પ્રભાવથી એક પણ લોહીનું ટીપુ વ્હાવ્યા વગર કે યુદ્ઘ વગર એક રાતમાં ૨૩૦૦ ગામ સર કર્યા હતા. જે વિસ્તારની 'ઝાલાવાડ' તરીકે ઓળખ ઉભી થઇ હતી. અને આજના દિવસે ઝાલાવડની સ્થાપના કરવામાં આવી હતી. જે દિવસ નિમિતે હળવદ રાજમહેલ સ્થિત શકિત માતાજી મંદિર ખાતે મહા આરતી, મહાપૂજા, અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ શહેરમાં વસતા ક્ષત્રિય ભાઈઓ અને બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.( તરવીરઃહરીશ રબારી, હળવદ)

(11:54 am IST)