Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હળવદમાં લોહાણા રઘુવંશી સમાજના ૧૨૧ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

હળવદ,તા.૧૧: શહેરમાં લોહાણા સમાજ દ્વારા સમાજના ૧૨૧ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે હળવદ લોહાણા સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોહાણા સમાજના યુવક-યુવતીઓ હાજર રહ્યા હતા

હળવદ શહેરમાં લોહાણા રદ્યુવંશી સમાજ દ્વારા જલારામ બાપાની ૨૨૦ મી જન્મ જયંતી નિમિત્ત્।ે શહેરમાં આવેલ લોહાણા મહાજન સમાજની વાડી ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જમા નર્સરીથી લઇ કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ

આ સન્માન સમારોહમાં લોહાણા સમાજના અગ્રણી ત્રિભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા હાજર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનીત કરાયા હતા

આ સન્માન સમારોહ ની સાથે સાથે હળવદ લોહાણા સમાજ માંથી સી.એ ની પદવી મેળવનાર જયેશ કાલરીયા,તબીબીક્ષેત્રે ડેન્ટલ નો અભ્યાસ પૂર્ણ કરનાર ભાવિન અનડકટ,બેન્કિંગ ક્ષેત્રે પાર્થ માનસેતા આ ઉપરાંત તબીબીક્ષેત્રે એમબીબીએસ માટે હાલ વિદેશમાં અભ્યાસ કરનાર વિસ્મય મેંઢાની હળવદ લોહાણા સમાજ દ્વારા વિશેષ નોંધ લઇ સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

આ પ્રસંગે જલારામ બાપાની મહા આરતી તેમજ 'જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો' ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી શ્રી જલારામ બાપા ના સાનિધ્યમાં હાજર રહેલ સમાજના સૌ અગ્રણીઓ વડીલો યુવક યુવતીઓ દ્વારા મહા પ્રસાદ લીધો હતો

આ પ્રસંગે લોહાણા મહાજન સમાજના પ્રમુખ બાબુલાલ ઠક્કર,રમેશભાઈ પુજારા, મગનલાલ મેંઢા,બકાભાઈ ઠક્કર પ્રવીણભાઈ પુજારા, દુર્લભજીભાઈ ભીંડોરા,હળવદ વેપારી મહામંડળના પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર,વિમલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદ ભાઈ ગોવાણી,રાજુભાઈ મેંઢા , રમેશભાઈ અનડકટ, ભાવેશભાઈ મેંઢા,મનીષભાઈ દક્ષિણી સહિતનાઓ દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.

(11:53 am IST)