Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સાંજે સોમનાથમાં કાર્તિકી પુર્ણિમાંં મેળવાનો પ્રારંભ

પાંચ દિવસ સુધી મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણશે

વેરાવળ-પ્રભાસપાટણ તા.૧૧ : સોમનાથના સાનિધ્યમાં યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો આજે સોમવારથી ૧પ/૧૧/૧૯ સુધી પાંચ  દિવસના મેળાનો આજે સાંજથી પ્રારંભ થઇ રહેલ છે.

આ મેળામાં મોટા ચકડોળથી માંડી નાની ચકરડી અને ખાણી-પીણીના સ્ટોલ તેમજ જુદા-જુદા દિવસે સંતવાણી અને હાસ્ય સહિતના સ્ટેજ કાર્યક્રમો યોજાશે તેમજ બાળકો ના મનોરંજન માટે વિવિધ આઇટમો રાખવામાં આવેલ છે.

આજે સાંજે પ-૩૦ કલાકે ઉદ્દઘાટન કરવામા આવશે સોમનાથ મહાદેવના સાનિધ્ય સદ્દભાવના ગ્રાઉન્ડમાં પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાશે. જેમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા.૧૧ થી ૧પ સુધી ચાલનાર આ મેળા દરમિયાન રાત્રે ૧૧ વાગ્યા સુધી સોમનાથ મંદિર ખુલ્લુ રહેશે. તા.૧રને પુનમના દિવસે રાત્રે ૧ વાગ્યા સુધી મંદિર દર્શનાર્થે ખુલ્લુ રહેશે. મેળામાં આ વર્ષે પણ આર્ટ ગેલેરી ભારત દર્શન જયોતિર્લિંગ દર્શન, પાઘડી, સાફા પ્રદર્શન, પાણીમાં રંગોળી, થીડી માધ્યમથી ઇતિહાસ ફોટોગ્રાફી પ્રદર્શન, સરદાર અને સોમનાથ તથા પ્રભાસ સંસ્કૃતિનું પ્રદર્શન કઠપુતળી ખેલ, ગૌ પાલન અનેગાય માતાનું મહત્વ દર્શાવતી પ્રતિકૃતિ તેમજ ખાણીપીણીના સ્ટોલો, અને પ્રકારની રાઇડ,

રાખવામાંં આવેલ છે પાંચ દિવસના મેળામાં લાખો લોકો ઉમટી પડશે. વેરાવળથી મેળામાં જવા માટે એસ.ટી.દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. શંખસર્કલથી મેળાના મેદાન સુધી અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીના પરબોની વ્યવસ્થા રાખવામાં આવે છે. આ ઉપરાંત મેળામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.ે

(11:52 am IST)