Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જોડીયાધામ રામવાડી આશ્રમમાં ૧૨ વર્ષ બાદઉદાસીન અખાડાના સંતોના આગમનને વધાવવા તૈયારી

અઠવાડીયા સુધી પૂજન મહાઆરતી સંકિર્તન સહિત કાર્યક્રમો

વાંકાનેર તા.૧૧ : શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (તીર્થરાજ પ્રયાગરાજ) અલ્હાબાદની જમાતના સંતોનુ જોડીયા ધામની રામવાડીમાં પૂ.સંતશ્રી ભોલેબાબાજીના આશ્રમમાં ૨૧મીએ આગમન થનાર હોય તેમને વધાવવા માટે તૈયારી થઇ રહી છે.

જોડીયાધામમાં આવેલ સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળ સંતોની પાવન બનેલી ભૂમી એવા શ્રી ઉદાસીન સંત કુટીર રામવાડી આશ્રમમાં જય શ્રી ભોલેબાબાની જગ્યા ખાતે કાશીક્ષેત્ર તીર્થભૂમીથી જોડીયાને વિશેષ પાવન કરી એવા પૂજય વંદનીય સંતશ્રી ભોલેદાસજીબાપુએ આ સંતોની પૂ.સંતશ્રી ધરમલાલબાપાની ભૂમીને વિશેષ પાવન કરી જયા પૂ.વિશ્વવંદનીય સંત શિરોમણી શ્રી જલારામબાપા પધાર્યા હતા જેમણે રામવાડી નામ આ જગ્યાને આપેલ એવા પૂ.ધરમલાલબાપાનુ સ્મૃતિ મંદિર પણ રામવાડીમાં પ્રવેશતા જ છે. રામવાડીમાં પૂ.વંદનીય મહંત શ્રી ભોલેદાસજીબાપુ ૧૯૭૨માં આ જગ્યાને વિશેષ પાવન કરી અને તેમના આગમનથી આ સંતોની ભૂમિમાં ઉદાસીન સંપ્રદાયના મહાન ભેખધારી સિધ્ધ સંત પૂજયપાદ ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી આ રામવાડીની ભૂમિમાં ઇ.સ.૧૯૭૪માં પધાર્યા અને આ જગ્યાને વિશેષ પાવન કરી પૂ.ભોલેબાબાજીના આગમનથી રામવાડીમાં ધાર્મિક માહોલ સર્જાયુ. ત્યારબાદ અનેક સિધ્ધ સંતો મહંતો આ જગ્યામાં પધાર્યા. પૂ.સંતશ્રી ભોલેબાબાજીએ પૂ.મહંતશ્રી ભોલેદાસજી બાપુને કહેલ કે આ જગ્યાએ એક દેવ ફરે છે જેની સ્થાપના કરી પૂ.બાબાજીની આજ્ઞા અનુસાર શ્રી જયોતી સ્વરૂપ બાલા હનુમાન મંદિર સાત સ્તંભનું બાબાજીના ભકત જોડીયાના રામવાડીના સેવક સ્વ. જેન્તીભાઇ વડેરાએ બનાવેલ અને પૂ.બાબાજીની હાજરીમાં હજારો સંતોની ભકતોની હાજરીમાં સ્થાપના થયેલ હતી. ત્યારબાદ પૂ.બાબાજીએ આ મંદિરમાં અખંડ શ્રી રામાયણજીની ચોપાઇના પાઠ અનુષ્ઠાન કરવાનુ કહેલ. એક નહી બે નહી પુરા ૧૦૮ અખંડ શ્રી રામચરીત માનસની ચોપાઇના પાઠ સાડા ચાર મહિના સુધી ૨૪ કલાક ચાલુ રહ્યા હતા. પૂ.બાબાજી પણ રોકાયા હતા ત્યારબાદ પૂ.ભોલેબાબાજીની આજ્ઞા અનુસાર પૂ. મહંત ભોલેદાસબાપુએ જોડીયાધામની રામવાડીમાં ઇ.સ.૧૯૮૦માં સૌપ્રથમ વાર સંગીત સાથે પૂ.મોરારીબાપુની ૧ કથા સંગીત સાથે યોજાઇ હતી ત્યારેથી આ સંગીતમાં કથા થાય છે. ત્યારે કથાના પ્રારંભે પ્રથમ ૩ દિવસ પ્રભુદાસભાઇ રાચ્છ, દિનકરભાઇ આતાએ સંગીતમાં સાથ આપેલ હતો પરંતુ કથાના કાર્યક્રમમાં  હોવાથી ચોથા દિવસથી વિનુભાઇ ચંદારાણા, હારમોનીયમ વગાડવા લાગ્યા ત્યારબાદ પૂ.મોરારીબાપુની કથામાં પ્રભુદાસભાઇનું હારમોનીયમ સતત પાંચ વર્ષ સાથે રહેલ હતુ. જે આજે પણ રામવાડીમાં શનિવારે વાગે છે. પૂ.બાબાજીની આજ્ઞા અનુસાર રામવાડીમાં ૪૨ વર્ષથી દર શનિવારે સાંજના ૪ થી ૭ સૌ સાધક ભાવિકો દ્વારા સમુહમાં સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા, દિપમાળાની આરતી વગેરે થાય છે. આ જગ્યામાં રમેશભાઇ ઓઝા, મનહરલાલાજી મહારાજ, કિશોરદાસ અગ્રાવત, રામકૃષ્ણશાસ્ત્રીજી કુઠેલીવાળા, હરેશ્વરીબેન નવકથા (૯) કથા યોજાઇ ગયેલ છે તેમજ પ્રતિવર્ષ જેઠવદ ર પૂ.ભોલેબાબાજીની પુણ્યતીથીના દિવ્ય ભંડારો યોજાઇ છે હનુમાન જયંતીના સુંદરકાંડનો હોમાત્મક યજ્ઞ યોજાઇ છે. આજથી ૧૩ વર્ષ પહેલા પૂ.ભોલેબાબાજીની ૨૦મી પુણ્યતીથીમાં શ્રીપંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (તીર્થરાજ પ્રયાગરાજ અલ્હાબાદના પૂ. મહંત શ્રી હરિહરાનંદજી મહારાજ સાથે આગમન થયેલ હતુ જે ફરી વર્ષ બાદ પૂ.મહંત સાથે આ જમાત જોડીયાધામની પાવન ભૂમીમાં રામવાડીમાં ૨૧ થી રર તારીખે આગમન થવાનુ છે. શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાની જમાત (તીર્થરાજ પ્રયાગરાજ અલ્હાબાદ શ્રી જમાતના સંતોનુ આગમન થઇ રહેલ છે. જે અંગેની રામવાડીમાં પૂર જોશમાં તૈયારી ભોલેબાબા સેવક સમુદાય દ્વારા થઇ રહેલ છે. જે અંગેની રામવાડીમાં પુરજોશમાં તૈયારી ભોલેબાબા સેવક સમુદાય દ્વારા થઇ રહેલ છે.

રામવાડીમાં ધાર્મિક માહોલ સર્જાશે. ભકિતમયનું દિવ્ય માહોલ સતત નવ દિવસ સુધી સર્જાશે તેમજ રામવાડી ગૃપના દરેક સભ્યોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. અખાડાના જમાતનું આગમન તા.૨૧મીએ થનાર છે તેમ જોડીયા રામવાડીના અનન્ય સેવક પૂ.સંતશ્રી ભોલેબાબાજીના ભકતજન શનિભાઇ વડેરા હર્ષદભાઇ વડેરા, દિનેશભાઇ પેઢડીયા, જયસુખભાઇ જસાણી, ડાયાભાઇ પટેલ, મુળરાજભાઇ, હિતેશભાઇ રાચ્છે જણાવેલ છે તેમજ અત્યારે આ જમાત મોરબીમાં ૭ દિવસ મુકામ છે ત્યારબાદ બાલંભા ઉદાસીન આશ્રમે પૂ.વંદનીય શ્રી કરણદાસજી બાપુની જગ્યામાં આઠ દિવસ મુકામ કરશે ત્યારબાદ જોડીયા પધારશે. જેમનું આગમન થનાર હોય પુરજોશમાં તૈયારી ચાલુ છે. જમાતના સંતોનુ સામૈયુ જોડીયાના નાકેથી વાજતે ગાજતે બેન્ડપાર્ટી દ્વારા હજારો ભાવિકોની હાજરીમાં થશે. જે ગામના મુખ્યમાર્ગો પર પરિભ્રમણ કરી રામવાડી ખાતે પહોચશે ત્યા અંદાજીત આઠ થી દસ દિવસ સુધી રામવાડીમાં ભજન ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે. દરરોજ સવારે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંદ્રભગવાનની મહાઆરતી ત્યારબાદ શ્રી ગોલાસાહેબનું પૂજન અર્ચદાસ પૂજનવિધિ સંકિર્તન સાંજના આરતી ધૂન સંકિર્તનની રમઝટ જામશે.

(11:50 am IST)