Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

બાવળાના મીઠાપુરની માનસિક દિવ્યાંગ યુવતિનો મૃતદેહ તલાવડીમાંથી મળ્યો

વઢવાણ, તા.૧૧: બાવળા તાલુકાના મીઠાપુર ગામે સીમમાં આવેલ તલાવડીમાં અંદાજે ૨૦ વર્ષની યુવતીની લાશ તરતી હોવાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને આ અંગે બગોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશનો કબ્જો લઈ બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી જયારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી સવુબેન ભોપાભાઈ મેણીયા ઉ.વ.૨૦ રહે.જનશાળી તા.લીંબડીવાળી હોવાનું માલુમ પડયું હતું. આથી આ અંગે પરિવારજનોને જાણ કરતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને યુવતિ અસ્થિર મગજની હોય છેલ્લા ત્રણ દિવસ પહેલા દ્યેરથી ગુમ થઈ ગઈ હતી જે અંગે પોલીસ મથકે એડી નોંધાવી હતી.ઙ્ગ

જો કે યુવતી જનશાળીથી મીઠાપુર ગામની સીમમાં કેવી રીતે પહોંચી તે અંગે પણ લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી જયારે યુવતિના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(11:41 am IST)