Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

લોઠડાના પાટીયા પાસે બાઇક અથડાતાં ગોંડલના કોળી દંપતિ સહિત ત્રણને ઇજા

મેહુલ, રવિના અને બીજા બાઇકવાળા રાહુલને ઇજા

રાજકોટ તા. ૧૧: ત્રંબા નજીક લોઠડાના પાટીયા પાસે એક બાઇક પાછળ બીજુ બાઇક અથડાતાં ગોંડલના કોળી દંપતિ સહિત ત્રણને ઇજા થઇ હતી.

ગોંડલ વછરાજ રોડ પર રહેતાં મેહુલ જેન્તીભાઇ ગઢાદરા (કોળી) (ઉ.૨૬) અને તેના પત્નિ રવિના મેહુલ (ઉ.૨૫) બાઇક પર સોખડા બહેનના ઘરે બેસવા આવ્યા હતાં. પરત ગોંડલ જતાં હતાં ત્યારે લોઠડાના પાટીયા પાસે પહોંચતા તેના બાઇક પાછળ બીજુ બાઇક અથડાતાં બંનેને ઇજા થઇ હતી. તેમજ પાછળના બાઇકના ચાલક લોઠડાના રાહુલ જયેન્દુરાય સંઘવાણી (ઉ.૨૨)ને પણ ઇજા થતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(11:41 am IST)