Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ગોંડલના ચેક ડેમમાં ઝંપલાવી દેતા રાજાણીનો આપઘાત

મોડી રાત્રે યુવાન ઘરેથી નિકળી ગયા બાદ તેની ડેમમાંથી લાશ મળી

રાજકોટ, તા. ૧૧: ગોંડલના સેતબંધ ચેકડેમમાં ઝંપલાવી રાધાકૃષ્ણનગરમાં રહેતા યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.  મળતી વિગત મુજબ ગોંડલના સેતુબંધ ચેકડેમમાં એક અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી યુવાનની લાશને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ. રાજભાએ સ્થળ પર પહોંચી યુવાનની ઓળખ મેઇળવવા તપાસ આદરી હતી. તપાસ કરતા આ યુવાન રાધાકૃષ્ણનગરમાં રહેતો દીપ દિનેશભાઇ રાજાણી (ઉ.વ.ર૪) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક દીપ પોતાના ઘરેથી મોડી રાત્રે એકટીવા લઇને નિકળ્યો હતો. તેનું એકટીવા ચેકડેમ પાસેથી મળી આવ્યું હતું. તેણે કયાં કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)