Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વાતાવરણમાં ફરી અસ્થિરતાઃ ઝાપટા હળવો વરસાદ પડશેઃ કચ્છને વધુ અસર કરશે

 રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે તા.૧૧ થી ૧૪ નવેમ્બર દરમિયાન પશ્ચિમ હિમાલયમાં વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ સક્રીય થશે.તેની અસર થી તા. ૧૧ થી ૧૫ માં ઉપલા લેવલે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે.આગાહી સમયમાં સૌરાષ્ટ્ર,કચ્છ તેને લાગુ ઉતર ગુજરાત ના છુટા છવાયા વિસ્તારમાં છાંટા છુંટી, ઝાપટા હળવો વરસાદ જોવા મળી શકે છે.કચ્છ ને વધુ અસરકર્તા રહે તેવી શકયતા. આગાહી ના પાછલા દિવસોમાં એટલે કે તા.૧૩ થી ૧૫ દરમિયાન વધુ અસ્થિરતાની અસર જોવા મળશે.છાંટા છુંટી ઝાપટા હળવો વરસાદ જોવા મળશે.મોટા ભાગના વિસ્તારોમાં વાદળો છવાશે.હાલ અલગ અલગ વિસ્તારમાં પવનો અલગ અલગ જોવા મળે છે. ઉતર પુર્વ કે પુર્વ બાજુ થી ફુંકાય છે..પવનો પુર્વ બાજુ ફુંકાતા રહેશે..સવારે રાત્રે ગુલાબી ઠંડી જોવા મળે છે.તે સામાન્ય વધદ્યટ સાથે યથાવત રહેશે.

(11:37 am IST)