Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

૫,૫૯,૪૬૧ ભાવિકો ગિરનાર પરિક્રમા પૂર્ણ કરી વતન ભણી

જંગલમાં જુજ ભાવિકો,પરિક્રમા વહેલી પૂર્ણ, નળપાણીની ઘોડીએ અમદાવાદના યુવકનું મોતઃ એસટીને રૂ.૩૪ લાખથી વધુની આવક

જાુનાગઢ પરિક્રમામાં કઠીન પડાવ પસાર કરતા ભાવિકો : જાુનાગઢઃ ગરવા ગિરનારની પરિક્રમામાં સાડાપાંચઃ લાખ જેટલા ભાવિકો પરિક્રમાં પુર્ણ કરી ચુકયા છે. ત્યારે હજીપણ ઘણા પરિક્રમાર્થી પરિક્રમાના બીજા પડાવોની મજલ કાંપી રહ્યા છે. ઉપરોત તસ્વીરમાં માળવેલા નળપાણીની ઘોડી, બોરદેવી તેમજ અંતિમ પડાવ બોરદેવી સહિત વન વિસ્તારમાં ભાાવિકો ઉમટી પડયા હતા તેમજ અત્યંત કપરા ચડાણ વાળા સ્થળ ઉપર વન વિભાગ દ્વારાના વોચ ટાવર પરથી લેવાયેલી તસ્વીરમાં ગિરનારની ગિરીકંદરા નિહાળવી એ જીવનનો એક લ્હાવો અને છેલ્લે એક સાધુ હેરત ભર્યા યોગનુ નિદર્શન કરતા નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્વરી મુકેશ વાઘેલા-જાુનાગઢ)

જુનાગઢ તા.૧૧: ૫,૫૯,૪૬૧ ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા કરી પૂણ્યનું ભાથુ બાંધીને વતન ભણી રવાના થઇ ગયા છે હવે જંગલમાં જુજ યાત્રિકો જ હોવાના સમાચાર છે.

દેવઉઠી અગિયારસ એટલે કે શુક્રવારની મધરાતથી વિધિવત શરૂ થયેલ  ગરવા ગિરનાર ફરતેની ૩૬ કિમીની પવનકારી પરિક્રમા પૂર્ણ થવાના આવે છે કઠિન એવી આ પરિક્રમા દરમ્યાન ગિરનાર જંગલમાં ભાવિકોએ ત્રણ રાત્રિ રોકાણ કરવાના હોય છે.

જેમાં પ્રથમ રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢી, બીજુ માળવેલામાં અને ત્રીજુ-અંતિમ રાત્રિ રોકાણ આજે બોરદેવી ખાતે કરવાનું હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડુ, વરસાદની દહેરાત અને ખેતીની મોસમને લઇ પ્રથમથી જ ભાવિકોની સંખ્યા ઓછી રહી હતી.

તેમજ પરંપરા મુજબ અગિયારસની મધરાતે જ ગિરનાર પરિક્રમાનું પ્રવેશ દ્વાર ખોલવાનું જાહેર કરાયેલ જો કે, ગુરૂવારની મોડી રાતથી જ ગેટ ખોલી નાંખવાના આવેલ જેના પગલે પરિક્રમાર્થીઓએ વહેલી પરિક્રમા શરૂ કરી દીધી હતી.

આજે સવારે ૮ થી ૯ દરમ્યાન પરિક્રમામાં કપરા ચઢાણ સમાન નળપાણીની ઘોડી ખાતેથી કુલ ૫,૫૯,૪૬૧ ભાવિકો પસાર થયા હોવાનું વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યુ હતું. આમ આ યાત્રિકો બોરદેવીથી પરત ભવનાથ આવી પરિક્રમા પૂર્ણ કરીને રવાના થઇ ગયા છે.

સવારે ૮ થી ૯ના સમયગાળા દરમ્યાન ૭૨,૭૨૧ યાત્રિકોેએ ગિરનારની યાત્રા કરી હોવાનું નોંધાયુ હતું.

ગિરનાર પરિક્રમા એકંદરે સુખરૂપ અને નિર્વિદને સંપન્ન થવામાં છે ગિરનાર જંગલમાં હવે જુજ લોકો જ હોવાથી અન્નક્ષેત્રો વગેરેની સેવા પણ સમેટાવા લાગી છે.

નળ પાણીની ઘોડી ખાતે અમદાવાદના યાત્રિક જીજ્ઞેશભાઇ ઠાકર (ઉ.વ.૪૬)નું મોત નિપજતાં પરિક્રમાનો મૃત્યુ આંક વધીને ત્રણ ઉપર પહોંચ્યો છે.

પરિક્રમા પુરી કરીને આવતાં શ્રધ્ધાળુઓનો જૂનાગઢમાં ઘસારો થતા બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન પર આજે પણ સવારથી ભીડ રહી છે.

પરિક્રમા દરમ્યાન એસ.ટી. નિગમની સેવા પ્રસંશનીય રહી છે યાત્રિકોની સુવિધા માટે અમદાવાદ, રાજકોટ,વડોદરા,સુરત,સોમનાથ, વગેરેની વધારાની બસો દોડાવવામાં આવી હતી. તેમજ બસ સ્ટેશનથી ભવનાથ સુધી નવી નકોર મીની તેમજ મોટી બસની ગોઠવણ કરવામાં આવેલ.

એસટીને ચાર દિવસમાં રૂ.૩૪ લાખથી વધુની આવક થયા પામી છે ૩૮૫ વાહનો અને ૧૩૩૦ ટ્રીપથી ૬૦,૩૮૦ મુસાફરોને પરિવાહની સેવા પુરી પાડવામાં આવી હતી.

બીજી તરફ પરિક્રમા સંદર્ભે વહીવટી, પોલીસ અને વન વિભાગની વિવિધ વ્યવસ્થા સારી રહી છે.

કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુનિ.કમિશ્નર તુષાર સુમેરા, નાયબ વન સંરક્ષક સુનીલ બેરવાલ, ડી.આઇ.જી. મનીન્દર પ્રતાપસિંહ પવાર, એસ.પી.સૌરભસિંગ સહિતના અધિકારીઓ કર્મચારીઓ વગેરે પરિક્રમા દરમ્યાન સતત ખડેપગે રહ્યા હતા.

(11:36 am IST)