Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કુતિયાણા તાલુકા ભાજપ પ્રમુખપદે મસરીભાઇ ખૂંટી તથા મહામંત્રીપદે લીલાભાઇ

શહેર ભાજપ પ્રમુખપદે અજીતભાઇ કેશવાલાની વરણી

કુતિયાણા તા.૧૧: પોરબંદર જીલ્લા ભાજપના નેતાઓની ઉપસ્થીતીમાં તાલુકા ભાજપ તથા શહેર ભાજપ સમિતિની રચના કરાઇ હતી.પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, ચીમનભાઇ શાપરીયા, મુળુભાઇ લેરા, જી.પક્ષ,પ્રમુખ વિકમભાઇ ઓડેદરા, રમેશભાઇ ઓડેદરા (રમેશ પટેલ) તાલુકા પં.પ્રમુખશ્રી ભરતભાઇ પરમાર, નગર.પ્રા.પ્રમુખશ્રી ઢેલીબેન ઓડેદરા, મહામંત્રી મનીષભાઇ જેઠવા વગેરે આગેવાનો ઉપસ્થિત રહેલ. સમગ્ર સમિતિની રચનામાં સર્વાનુમતે વરણી કરાઇ હતી. જેમા કૃતિયાણા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મસરીભાઇ ખૂંટી, મહામંત્રી તરીકે લીલાભાઇ રાવલીયા, અને ભનુભાઇ ઓડેદરાની વરણી કરાઇ હતી શહેર પ્રમુખ તરીકે રણજીતભાઇ કેશવાલા, મહામંત્રી તરીકે રાણાભાઇ કોડીયાતર, માલદેભાઇ નાથાભાઇની વરણી કરાઇ હતી.

(11:35 am IST)