Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઉનાના ભિગરણ ગામેં સરપંચને માર મારવાનો વીડિયો વાયરલ મહિલા બુટલેગર વિરૂદ્ધ ફરિયાદ કરતા ઓફિસે જઈને માર માર્યો

સરપંચને ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા : ફરીયાદની તજવીજ

ઉનાના ભિગરણ ગામના સરપંચને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત થતી માહિત મુજબ ભિગરણ ગામના સરપંચે મહિલા બુટલેગર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારે આ અંગેનો રોષ રાખી મહિલા બુટલેગરે ગ્રામ પંચાયતની ઓફિસે પહોંચી સરપંચને માર માર્યો હતો

  . આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. સરપંચને હાલ ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મહિલા બુટલેગર વિરૂદ્ધ ફરીયાદની તજવીજ હાથ ધરાઈ છે.

(11:31 pm IST)