Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બોટાદ ડેપોમાં ખોટો એપોઇન્ટમેન્ટ લેટરથી ફરજ બજાવતી મહિલા કંડકટર ઝડપાઇ

બે મહિના નોકરી કરીને મહિલા કંડકટરે પગાર મેળવી લીધો

 

બોટાદ ડેપોમાં ખોટો એપોઇન્ટમેન્ટ લેટર લઇને નોકરી કરતી મહિલા કંડકટર ઝડપાઇ હતી. ભાવનગર વિભાગીય નિયામકને બાતમી મળતા તપાસ હાથ ધરી હતી. મહિલા કંડકટરના એપોઇન્ટમેન્ટ લેટર ચેક કરતા બોગસ હોવાનું માલુમ પડ્યું હતુ. નવાઈની વાત છે કે બે મહિના નોકરી કરીને મહિલા કંડકટરે પગાર મેળવી લીધો હતો.

(11:27 pm IST)