Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અમરેલીના ખાંભા પંથકના કતારપરામાં બે ઇંચ ખાબક્યો : નાના બારમણમાં ધોધમાર વરસાદ:ખેતરોમાં પાણી ભરાયા

ખેતરોમાં વરસાદી પાણી ઘુસતા ઉભો પાક ઢળી ગયો : ખેડૂતોને પડ્યા પર પાટુ

અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. ખાંભાના કતારપરા ગામમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાંભાના નાના બારમણમાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ જવાના લીધે ઉભો પાક ઢળી પડ્યો હતો. જેના લીધે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે.

 થોડા દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. થોડા દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ કપાસ, મગફળી ખેતરમાંથી ઉપાડવાનું શરૂ કર્યું હતું.

(9:53 pm IST)