Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કેશોદના અગતરાય ગામે જિલ્લા સહકારી બેન્કમાં આગ ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા તસ્કરોએ બેન્ક સળગાવી !

બેન્ક મેનેજર સહિતનો સ્ટાફ પહોંચ્યો : અંદાજે 1.16 લાખની કેશ સળગી ગયાનું અનુમાન

જૂનાગઢના કેશોદના અગતરાય ગામે જિલ્લા સહકારી બેન્કમાં આગ લાગવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા બેન્ક સળગાવી દેવાઈ હોવાનું સામે આવ્યુ છે.

 બાળકો સવારે સ્કુલે જતા હતા. તે સમયે બેન્કના તાળા તૂટ્યા હતા અને બેન્કમાં આગ લાગેલી જોતા સરપંચને જાણ કરવામાં આવી હતી. ગામની વચ્ચે જ બેન્ક આવેલી છે. કેશોદ નગર પાલિકાના ફાયર બ્રિગેડને પાંચ ફોન કરવા છતાં તંત્રએ પોન પાડ્યો ન હતો. અંતે જૂનાગઢથી ફાયર વિભાગની ટીમ બોલાવવામાં આવી હતી. આગની જાણ થતા બેન્ક મેનેજર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. અંદાજે 1.16 લાખની કેશ સળગી ગયાનું અનુમાન છે.

(1:49 pm IST)