Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મોરબીમાં ટ્રેકટર ચોરીનો ભેદ ઉકેલાયોઃ બે ચોરાઉ ટ્રેકટર સાથે બે શખ્સો પકડાયા

ધીરૂ ઉર્ફે મહાદેવ અને વસંત વાઘેલાની ધરપકડ

મોરબી, તા.૧૧: મોરબીના શનાળા નજીકથી તાજેતરમાં ટ્રેકટર-ટ્રોલી સહીત ચોરી થયું હોય જે બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધુ તપાસ હાથ ધરી હતી અને ટ્રેકટર ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને ચોરીનો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે તેમજ એક વર્ષ પૂર્વે થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમ શકત શનાળા પાસેથી થયેલ ટ્રેકટર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા કાર્યરત હોય દરમિયાન બાતમીને આધારે ચોરી કરેલ ટ્રેકટર સાથે આરોપી ધીરૂ ઉર્ફે મહાદેવ પીપરોતર (રહે ભૂમિ ટાવર વાવડી રોડ, મૂળ ભાણવડ જી દેવભૂમિ દ્વારકા) અને વસંત જયરાજ વાદ્યેલા (રહે દ્યુતારી રોકડિયા હનુમાન મંદિર પાછળ નવલખી રોડ મોરબી) ને કંડલા બાયપાસ સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી ઝડપી લીધા છે અને આરોપીની સદ્યન પૂછપરછ કરતા શનાળા મુરલીધર હોટલ પાસેથી ટ્રેકટર ચોરી કરી હોવાની કબુલાત આપી હતી તેમજ એક વર્ષ પૂર્વે પણ ટ્રેકટર ચોરી કરી હોય પોલીસે બંને ટ્રેકટર અને ટ્રેઇલર સહિત કુલ રૂ ૬,૯૦,૦૦૦ ની કિમતનો મુદામાલ રીકવર કરીને ટ્રેકટર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

આ કામગીરીમાં મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, પીએસઆઈ વી કે ગોંડલીયા, મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શકિતસિંહ ઝાલા,શેખાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, રણજીતસિંહ ગઢવી, ચકુભાઈ કલોતરા, જયપાલભાઈ લાવડીયા, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા અને પ્રભાતભાઈ ચાવડા સહિતની ટીમ રોકાયેલ હતી.(૨૩.૧૩)

ટ્રેકટર ચોરી કરી ભાણવડ પોતાના વતનમાં લઇ જતો

ટ્રેકટર ચોરીના ગુન્હામાં ઝડપાયેલ આરોપી ધીરૂ ઉર્ફે મહાદેવ પીપરોતર એકાદ વર્ષ પૂર્વે વાવડી રોડ મીરાં પાર્ક પાસેથી એક ટ્રેકટર ચોરીને અંજામ આપ્યો હતો અને પોતાના વતનમાં ખેતીકામ માટે ઉપયોગ કરવા લઇ જતા હતા અને એક વર્ષ પૂર્વે ચોરી કરેલ ટ્રેકટર જુનું થઇ જતા તાજેતરમાં શનાળા પાસેથી ટ્રેકટર ચોરી કરી વતનમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી જોકે પોલીસે ચોરીના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું છે અને ટ્રેકટર ચોરીના બે ગુન્હાના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

(1:21 pm IST)