Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જામનગર જિલ્લાના નાનીબાણુગાર - મોટીબાણુગાર - જાંબુડા - ખીજડીયામાં ગાંધી સંકલ્પ યાત્રાનું ભાવભેર સ્વાગત

દવાયુકત મચ્છરદાનીનું વિતરણઃ પ્લાસ્ટીક વાપરવાનો ત્યાગ કરવા સંકલ્પ

ફલ્લા તા.૧૧ : જામનગર જીલ્લામાં સાંસદ શ્રીમતી પુનમબેન માડમની આગેવાની હેઠળ ગાંધી સંકલ્પ યાત્રા  ફરી રહી છે. ગામડાઓમાં લોકોના ઉત્સાહ એવો વધેલ છે કે સ્વયંભુ ઉમટી પડે છે. પુનમબેન માડમને તથા તેમનાં કાર્યકરોને આવકારે છે. સાંસદ પણ દરેક જગ્યાએ ગાંધીજીના આદર્શ મુલ્યો જન જન સુધી પહોંચાડવાની સાથે સાથે દરેક ગામોમાં જન હીતના કાર્યો કરે છે.

જેમાં પોતાની ગ્રાન્ટમાંથી ગામડાઓમાં ખાતમુર્હુતો, લોકાપણોને, મચ્છરદાનીનું વિતરણ ગાંધીવનનું નિર્માણ, વૃક્ષારોપણ સહિતના જનહિતના કાર્યો કર્યા હતા. ગાંધીજીના આદર્શ જીલ્લા પોતાના જીવનમાં ઉતારીને ઘરે ઘરે સ્વચ્છતા આદર્શ જીવન શૈલે, સીંગલ યુઝ પ્લાસ્ટીક પરના પ્રતિબંધ વગેરે જાળવવાના અપીલ કરી હતી.

આ સંકલ્પયાત્રા જામનગર તાલુકામાં નાનીબાણુગાર, મોટી બાણુગાર, જાંબુડા ગામ, ખીજડીયા ગામ પહોંચતા ગ્રામજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પુનમબેન માડમ તથા તેમની ટીમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. નજીકના ગામોમાં લોકો પણ જોડાયા હતા. પુનમબેન માડમે ઉપસ્થિત ગ્રામજનોને કપડાની બેગનું વિતરણ કર્યુ હતુ. સૌની સ્વચ્છતા હી સેવાના સુત્રને સાર્થક કરવા સંકલ્પ લેવડાવ્યો હતો. પોતાના આદર્શ ગામ સેવા જાંબુડા ગામમાં કુમાર છાત્રાલયમાં સંસદસભ્યના ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલા હોલને ખુલ્લો મુકયો હતો.

આ પ્રસંગે છાત્રાલયમાં ટ્રસ્ટીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહયા હતા. મેલેરીયા મુકત ગુજરાત ર૦રર અભિયાનના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ફાળવાયેલ દવાયુકત મચ્છરદાની સગર્ભા બહેનોને વિતરણ કરી હતી.

ખીજડીયામાં ગ્રામજનો સાથે ૧પ૦ વૃક્ષોના રોપાનું સાથે ગાંધી વનનું નિર્માણ કરી પર્યાવરણ જાળવણી માટે વધુને વધુ વૃક્ષોના ઉછેર અને જતન કરવા અનુરોધ કરી. પર્યાવરણ પ્રેમી જયંતિભાઇ વસોયા અને તેમની વૃક્ષારોપણ  માટેની જહેમતને બીરદાવીને સન્માનીત કર્યા હતા. જયારે સ્વનિર્ભર સખી મંડળ બહેનોને મહિલા સશકિતકરણ સાર્થક કરવા બદલ સન્માનીત કર્યા હતા. જેરામભાઇ વાંસજાળીયા, રમેશભાઇ મુગરા, ઉપસ્થિત રહયા હતા.

આ ગાંધી સંકલ્પ યાત્રામાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ  પટેલ, માજીધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, માજી ધારાસભ્ય માલજીભાઇ સભાયા, સુર્યકાંતભાઇ મઢવી, અશોકભાઇ મુંગરા, નીતીનભાઇ ચીખલીયા, મોટીબાણુગાર જાંબુડા, ખીજડીયા તથા નજીકના ગામોમાં સરપંચો આગેવાનો કાર્યકરો ભાજપની ટીમ - મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.

(1:20 pm IST)