Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ધુંવાવ ગામે જમીન કોૈભાંડના ગુન્હા આચરનાર એક સુત્રધાર આરોપીને પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ

જામનગર તા ૧૧  :  ધુંવાવ ગામના સર્વે નં. ૪૦૨,૪૦૩ તથા ૧૪૪ ની ખેતીની જમીનના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી તેમજ ખોટા નામ ધારણ કરી ખરા તરીકે રજુ કરી વેચાણ દસ્તાવેજ બનાવી લઇ ફરીયાદી (૧) મહેશ રણછોડભાઇ બુસા તથા (ર) જયેશ રણછોડભાઇ બુસા તથા (૩) અરૂણાબેન રણછોડભાઇ બુસાની આશરે ૨૮ વિઘા ખેતીની જમીનના ખોટા ડોકયુમેન્ટ, આધારકાર્ડ બનાવી, ફરીયાદીના મળતા નામ ધારણ કરી, ફરીયાદી સાથે ઠગાઇ કરી, આરોપીઓએ કોૈભાંડ આચારેલ, જે અન્વયે નીચે મુજબના આરોપી વિરૂધ્ધ ગુના નોંધાયેલ હતા. (૧) રામભાઇ મેરામભાઇ કેશવાલા, રહે. બખરલા-પોરબંદર, (ર) અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમ ખફી, રહે. જામનગર, (૩) જયેશ રણછોડ અમીપરા, રહે. દિ.પ્લોટ-જામનગર, (૪) અખતર ઇબ્રાહીમ ખીરા, રહે. યુનાનો ભઠો, જામનગર, (પ) વિજય પુંજા મોઢવાડીયા, રહે. સુખપુર-પોરબંદર, (૬) ભરત ગાંગા ખૂટી, રહે. બખરલા, પોરબંદર, (૭) પુંજા રામા ઓડેદરા રહે. બરખલા-પોરબંદર, (૮) એ.આર.શેખ- નોટરી, અમદાવાદ

ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ જમીન કોૈભાંડના ત્રણ ગુન્હા દાખલ થતાં જે ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલનાઓના આ ગુન્હાની તપાસ એલ.સી.બીને સુપ્રત કરેલ હતી. એલ.સી.બીના પોલીસ ઇન્સ. શ્રી આર.એ.ડોડીયાના સુપરવિઝન નીચે આ ગુન્હાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.બી. ગોજીયા ચલાવી રહેલ છે.

આરોપીઓ વિરૂધ્ધ જમીન કોૈભાંડના ગુન્હા આચર્યા બાદ ફરાર હોય, જેથી આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી.ની અલગ અલગ ટીમ બનાવી પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ મુકામે તપાસમાં હતી, જે દરમ્યાન આરોપી વિજય પુંજા મોઢવાડીયા મેર ને પોરબંદર મુકામેથી પકડી પાડી મજકુરના કબજામાંથી ખોટા ડોકયુમેન્ટ બનાવેલ જે કબજે કરી, આરોપીની પુછપરછ દરમ્યાન આ જમીન કોૈભાંડના ઉપરોકત આરોપીઓ સિવાય પડદા પાછળ કાયદાના જાણકાર હોવાનું ખુલવા પામેલ છે. આ ગુન્હામાં સંડોવાયેલ નોટરી વકીલ વિરૂધ્ધ અમદાવાદ તેમજ અન્ય જીલ્લાઓમાં જમીન કોૈભાંડના અનેક ગુન્હામ નોંધાયેલ હોય, તેમજ આ ગુન્હામાં વપરાયેલ કુલમુખત્યારનામુ તેમજ સોગંદનામા , ખોટા ડોકયુમેન્ટ બનાવી ખોટા ફોટાઓ ચોડી, ખોટા નામ ધારણ કરી સહીઓ કરેલ હોવાનું ખુલવા પામેલ છે. મજકુર આરોપી વિજય પુંજા મોઢવાડીયા મેર ની પો.સ.ઇ. આર.બી. ગોજીયાએ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે, તેમજ આ કોૈભાંડમાં તમામ આરોપીઓને પકડી પાડવા માટે આરોપીની રીમાન્ડ મેળવી અન્ય આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી પો. ઇન્સ.શ્રી આર.એ. ડોડીયાની સુચનાથી શ્રી પો.સ.ઇ. આર.બી. ગોજીયા, શ્રી કે.કે. ગોહીલ, તથા એલ.સી.બી. સ્ટાફના જસુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોંચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, દિનેશભાઇ ગોહિલ, લક્ષ્મણભાઇ ભાટીયા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:19 pm IST)