Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જામનગરમાં ડેન્ગ્યુ સમવાનો નામ લેતો નથીઃ કુલ ૯ લોકોનો ભોગ લીધો

જામનગર, તા.૧૧: જામનગરમાં ડેન્ગ્યુએ ૯ લોકોના જીવ લીધા છે. ડેંગ્યુનો રોગચાળો સમવાનું નામ નથી લેતો જામનગરની જી.જી.હોસ્પિટલમાં હાલમાં આશરે ૨૦૦ જેટલા દર્દીઓ ડેંગ્યુની સારવાર લઈ રહ્યા છે.ત્યારે આરોગ્ય તંત્ર ડેન્ગ્યુ નિયંત્રણમાં સાવ નિષ્ફળ ગયું છે.

ડેંગ્યુની સારવાર દરમ્યાન ગઈકાલે રાત્રે જામનગરની જી.જી.હોસ્પિટલમાં અમરીનબેન સિકંદરભાઈ રાજાણી નામની ૨૪ વર્ષીય મહિલાનું મોત નિપજયું છે. આ ઉપરાંત ગઈકાલે બપોરે પણ રાજકોટમાં જામનગરની ૨૨ વર્ષીય માનસી નામની યુવતીનું મોત નિપજયાનું સામે આવ્યું છે.

દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મચ્છરજન્ય રોગોમાં થઇ રહેલ વધારો ચિંતાજનક છે. તાત્કાલિક ધોરણે શહેર-જિલ્લામાં સફાઈ,ફોગીગ કરવામાં આવે તો મહદઅંશે ડેન્ગ્યુ જેવા રોગો અટકાવી શકાય. દિવાળીના તહેવારો નજીક આવે છે.

ત્યારે જામનગર શહેરમાં મહાનગર પાલિકા કચરા-ગંદકીની સફાઈ કરે તો શહેરીજનોના સ્વાસ્થ્ય પર તોળાઈ રહેલા ખતરાને ટાળી શકાય તેમ છે.ત્યારે જામનગર મહાનગરપાલિકા કયારે દિવાળી કાઢે છે. તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

(1:18 pm IST)