Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જામનગરમાં બે સ્થળે દરોડા ૭૨ હજારનો દારૂ મળી આવ્યો

જામનગર તા.૧૧: શાંતીનગર શેરી નં.૭ સરવેશ્વરમહાદેવના મંદિર આગળ રોડ ઉપર એલ.સી.બી.સ્ટાફના અજયસિંહ ઝાલા તથા દિલીપભાઇ તલાવડીયા, તથા હરદીપભાઇ ધાધલ મળેલ હકિકત આધારે આરોપી પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજા રહે.પટેલ કોલોની શીર નં.૯ના છેડે શેરી નં.૭ જામનગર વાળાના કબ્જામાંથી અલ્ટો કારમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૬૮ કિ.૬૭,૨૦૦ તથા અલ્ટોકાર મળી આવતા કબ્જે કરી એ.એસ.આઇ સંજયસિંહ વાળાએ ફરીયાદ આપતા એ.એસ.આઇ જયુભા ઝાલાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

તેમજ જામનગર શહેરમા શાંતીનગર શેરી નં.૬ના છેડે રોડ ઉપર એલ.સી.બી.સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા અજયસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે આરોપી (૧)પ્રણવદિપસિંહ ચંદ્રસિંહ વાઘેલા રહે.શાંતીનગર શેરી નં.૬ સર્વેશ્વરમહાદેવના મંદિર પાસે (૨)રવિરાજસિંહ કિરિટસિંહ જાડેજા રહે.શાંતીનગર શેરી નં.૫ સર્વેશ્વરમહાદેવના મંદિર પાસે જામનગર વાળાના કબ્જા ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૪ કિ.૫,૬૦૦ મળી આવતા કબ્જે કરી ભગીરથસિંહ સરવૈયાએ ફરીયાદ આપતા પોલીસ હેડ કોન્સ પ્રતાપભાઇ ખાચરએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

મજકુર દારૂ સપ્લાયર અનિરૂધ્ધસિંહ ઉર્ફે ભુરો રણજીતસિંહ જેઠવા રહે.શાંતીનગર શેરી નં.૬ જામનગર વાળાની તપાસ ચાલુ છે. આ કાર્યવાહી પો.ઇન્સ, આર.એ.ડોડીયાની સુચના થી પો.સ.ઇ, આર.બી.ગોજીયા તથા કે.કે.ગોહીલ તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલકે,હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ,ખીમભાઇ ભોચીયા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ બી.જાડેજા, વનરાજભાઇ મકવાણા, અજયસિંહ ઝાલા,હીરેનભાઇ વરણવા, અશોકભાઇ સોલંકી,મીતેષભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:17 pm IST)